તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
ગુજરાતના પોલીસ તંત્રને મોડી રાતથી જ એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય
મધ્યરાત્રીની ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના આશ્રયસ્થાનો પર એર સર્જીકલ સ્ટ્રાઇક પગલે પગલે આંતરિક સુરક્ષા મોરચો સંભાળવા મુખ્ય પોલીસ વડા દ્વારા ભારે ધમધમાટ : ૫૪ વર્ષ પછી સાયરન, અંધારપટ, લોકોઍ શું કરવું, શું ન કરવું? તેની વ્યવસ્થિત તાલીમ માટે સિવિલ ડિફેન્સ વિભાગના વડા રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુપરવિઝન સોંપવા નિર્ણય : હર્ષ સંઘવી દ્વારા પણ મોક ડ્રીલ, બ્લેક આઉટ નિયમો વિગેરે માટે લોકોને જાગૃત કરવા જાતે મેદાને ઉતર્યા : મુખ્ય મંત્રી, ચીફ સેક્રેટરી, એડી ચીફ સેક્રેટરી, ડીજીપી વિગેરે દ્વારા કેન્દ્ર સાથે વિડિઓ કોન્ફરન્સ બાદ, ખાસ બેઠકમાં સુરક્ષા રણનીતિ ઘડી કાઢવામાં આવી

રાજકોટ, તા. ૭: ગત મોડીરાતે ભારતીય સેના દ્વારા પીઓકે માં કુલ ૯ સ્થળે અચાનક એર સર્જીકલ સ્ટ્રાઇક કરી ઘણા આતંકીઓના આશ્રયસ્થાન અને આતંકીઓનો ખાત્મો કરી દેવાના પગલે પગલે દુશ્મન દેશ હુમલો કરવાના પ્રયાસો કરે તેવા સમયે આંતરિક સુરક્ષા જેના શિરે છે તેવા પોલીસ તંત્ર દ્વારા સરહદ, દરિયા, ઔઘોગિક એકમો, મંદિરો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આર્થિક રાજધાની જેવા મહત્વના સ્થળો પર બાજ નજર રાખવા આ ઘટના પછી તુરંત રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આદેશ થયાનું ટોચના સૂત્રોએ અકિલા સાથેની વાતચીતના જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે ગુજરાતના ૧૯ જેટલા શહેરમાં સાંજે ૪ થી પાંચ કલાક સુધી મોક ડ્રીલ યોજી લોકોને ડરવા નહીં સાવધ રહેવા જણાવ્યું છે. આ બાબતે હર્ષ સંઘવી દ્વારા પણ શું શું કાળજી લેવી તે માટે સલાહ સૂચનો કરવામાં આવ્યા છે.
૫૪ વર્ષના લાંબા ગાળા પછી જમ્મુ જ્યારે રાજ્યની સહુથી મોટી મોક ડ્રીલ અંતર્ગત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક અગત્યની બેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં ચીફ સેક્રેટરી પંકજ જોષી, એડી ચીફ સેક્રેટરી મનોજ દાસ, મુખ્ય પોલીસ વડા વિકાસ જોડાયા હતા. મોક ડેરિલ સહિતની મહત્વની કામગીરી રાજકોટના પૂર્વ પોલીસ કમિ‘ર અને સિવિલ ડિફેન્સ વડા મનોજ અગ્રવાલના સુપરવિઝન હેઠળ કરવા નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં આ જિલ્લામાં થશે મોકડ્રીલ
ગુજરાતમાં ૧પ જિલ્લામાં આ મોકડ્રીલ યોજવામાં આવશે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, દ્વારકા, જામનગર, કચ્છ, મહેસાણા, ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, નર્મદા, નવસારીમાં, ડાંગ જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે.
સાયરન કયાં લગાવવામાં આવશે?
* સરકારી મકાન
* વહીવટી મકાન
* પોલીસ મુખ્યાલય
* ફાયર સ્ટેશન
* લશ્કરી થાણાઓ
* શહેરના મોટા બજારો
* પિંચ પોઇન્ટ
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
