<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

નાંદોદ તાલુકા પંચાયતના વિકાસ અધિકારીની બદલી થતા સાંસદ મનસુખભાઈ વસાવાની નારાજગી

ગ્રામ પંચાયતના ખોટા સહીસિક્કા બનાવી આવકના દાખલા મેળવનારા સામે TDO એ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા બદલી થઇ હોવાની ચર્ચા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ની નાંદોદ તાલુકા પંચાયતના TDO અંજલિબેન ચૌધરીની અચાનક સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી થતા વહીવટીતંત્રની સાથે ભાજપ કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે અને ખાસ તો સાંસદ મનસુખ વસાવાએ પણ આ બદલી સામે રોષ વ્યક્ત કર્યો છે, .ગ્રામ પંચાયતના ખોટા સહીસિક્કા બનાવી આવકના દાખલા મેળવનારા સામે TDO એ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા બદલી થઇ હોવાની ચર્ચા

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતર માં RTE હેઠળ ભદામ , બોરીદ્રા, સહીત વિવિધ ગ્રામપંચાયત ના તલાટીઓ ના ખોટા સહી સિક્કા બનાવી આવક ના ખોટા દાખલા બનાવવાનું કૌભાંડ પકડાતા તે મામલે TDO અંજલિ ચૌધરી એ ભદામ ગ્રામ પંચાયત ના તલાટી. બિનિતા શાહ પાસે પોલીસ ફરિયાદ કરાવતા અને આ કૌભાંડ કરનારા રાજકીય છત્રછાયા ધરાવતા હોય પોલીસ ફરિયાદ થતી અટકાવવા અનેક પ્રયાસો કર્યા. પરંતુ TDO એ મક્કમ રહી પાંચ ઈસમો વિરુદ્ધ FIR દાખલ કરાવતા કૌભાંડીઓ ના ગોડફાધરે બીજા જ દિવસે TDO અંજલી ચૌધરી ની બદલી કરાવી દેતા ભાજપ કાર્યકરો માં ભારે નારાજગી ફેલાઈ છે, જયારે સાંસદ મનસુખ વસાવા એ તો સોસીયલ મીડિયા પર પોસ્ટ મુકી નારાજગી વ્યક્ત કરી અને કૌભાંડીઓ ના આકા ને ઊંડી તપાસ કરી સંડોવાયેલ મોટા માથા ને પકડવાને બદલે પ્રામાણિક અધિકારી ની બદલી કરવા બદલ આક્રોશ ઠાલવ્યો હતો અને પ્રામાણિક અધિકારી ને આ રીતે ઇનામ અપાયું હોવાનું જણાવ્યું હતું ત્યારે કદાચ પ્રથમવાર સાંસદ મનસુખ વસાવા એ કોઈ અધિકારી ની બદલી માટે આ રીતે જાહેર માં નારાજગી વ્યક્ત કરી હશે, ભાજપ સરકારે પ્રામાણિક મહિલા અધિકારી ની બદલી રદ કરી કૌભાંડ માં સંડોવાયેલ મોટા માથા ને બહાર લાવી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકલાગણી છે


 

(10:41 PM IST)