News of Wednesday, 7th May 2025
અમને પીએમ મોદી પર વિશ્વાસ હતો અને અમારો બદલો પૂર્ણ થઈ ગયો,ભવિષ્યમાં કોઈએ આ રીતે પોતાનો જીવ ગુમાવવો નહીં પડે
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈયદ આદિલ હુસૈન શાહના પિતા હૈદર શાહે ભારતીય જવાનો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી તા.૭ : પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ 26 પીડિતોની હત્યાનો બદલો લીધો છે. મૃતકોના પરિવારજનોએ સરકાર અને સેનાનો આભાર માન્યો છે.
મૃતક આદિલના પિતાએ શું કહ્યું?
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈયદ આદિલ હુસૈન શાહના પિતા હૈદર શાહે કહ્યું કે અમને ખુશી છે કે મારા પુત્ર સહિત પહેલગામના 26 લોકોની હત્યાનો બદલો લેવામાં આવ્યો છે. હું સરકારનો આભાર માનું છું. સુરક્ષા દળો અને સરકારે બદલો લીધો છે.
અમારો બદલો પૂરો થયો
સૈયદ આદિલના પિતાએ કહ્યું કે અમને પીએમ મોદી પર વિશ્વાસ હતો અને અમારો બદલો પૂર્ણ થઈ ગયો છે. ભવિષ્યમાં કોઈએ આ રીતે પોતાનો જીવ ગુમાવવો નહીં પડે. અમને પીએમ મોદીમાં વિશ્વાસ હતો. આજે અમને ન્યાય મળ્યો.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
