<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

મોદી આ વિધવાઓનાં ચહેરાઓ ઉપર ખુશી લાવ્‍યાઃ સેનાને સલામઃ બદલાથી પીડિતાઓ રાજી

પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુઃ સરકાર પર વિશ્‍વાસ વધ્‍યો

નવી દિલ્‍હી, તા.૭: ૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્‍યો હતો. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલાના જવાબમાં, ભારતીય સશષા દળોએ ૭ મેના રોજ સવારે ૧:૪૪ વાગ્‍યે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આ ઓપરેશન ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સંયુક્‍ત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હતું અને તેનું નિરીક્ષણ ખુદ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યવાહી બાદ પહેલગામ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર મહિલાઓ અને પીડિતોના પરિવારોએ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને પીએમ મોદીનો આભાર માન્‍યો.

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા સંતોષ જગદાલેની પુત્રી અસ્‍વરી જગદાલેને જ્‍યારે ઓપરેશન વિશે ખબર પડી ત્‍યારે તે પોતાની લાગણીઓ રોકી શકી નહીં. ANI સાથે વાત કરતા, અસ્‍વારીએ કહ્યું, અમે ખુશીથી રડી પડ્‍યા. (વડાપ્રધાન નરેન્‍દ્ર) મોદીએ બદલો લીધો છે અને જે રીતે આ ઓપરેશનનું નામ ‘સિંદૂર' રાખવામાં આવ્‍યું છે, તેનાથી અમારી આંખોમાંથી આંસુ અટકતા નથી. જે બહેનોનું સિંદૂર આતંકવાદીઓએ છીનવી લીધું હતું, આજે ભારતે તેમને ૯ જગ્‍યાએ જવાબ આપ્‍યો છે. આ લાગણીઓ અલગ છે, અને અમારી આંખોમાંથી ખુશીના આંસુ અટકતા નથી.

હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ જણાવ્‍યું હતું કે આ કામગીરીથી દેશની સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. તેમણે કહ્યું, હું સતત સમાચાર જોઉં છું. હું ભારતીય સેનાને સલામ કરું છું અને દેશના લોકોની પીડા સાંભળવા બદલ પીએમ મોદીનો આભાર માનું છું. હું સેનાનો આભાર માનું છું જેમણે પાકિસ્‍તાનમાં ખીલી રહેલા આતંકવાદનો અંત લાવ્‍યો. આ સમાચાર સાંભળીને અમારા સમગ્ર પરિવારનું હૃદય હળવું થયું છે.

શુભમ દ્વિવેદીના અન્‍ય એક સંબંધી મનોજ દ્વિવેદીએ કહ્યું, જ્‍યારે ૨૨ એપ્રિલે અમારું બાળક શહીદ થયું, ત્‍યારે અમે કહ્યું હતું કે આપણા દેશમાં ક્રાંતિ આવવાની છે. અમને પૂર્ણ વિશ્વાસ હતો કે પીએમ મોદી આતંકવાદનો અંત લાવવા માટે કડક પગલાં લેશે. આજે સેનાએ અમારા પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, જેના માટે અમે ખૂબ આભારી છીએ.

પહેલગામ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર મહિલાઓ અને પરિવારોએ ઓપરેશન સિંદૂરને તેમના દુઃખનો બદલો લેવાનું કાર્ય ગણાવ્‍યું. તેમની ભાવનાત્‍મક પ્રતિક્રિયાઓ સમગ્ર રાષ્‍ટ્રને સ્‍પર્શી ગઈ. શુભમ દ્વિવેદીની વિધવાએ કહ્યું, આજે મારા પતિનો બદલો પૂર્ણ થયો છે. હું ભારતીય સેનાને સલામ કરું છું અને પીએમ મોદીનો આભાર માનું છું. આજે મારા પતિના આત્‍માને શાંતિ મળશે.

આ હુમલામાં મહારાષ્‍ટ્રના કૌસ્‍તુભ ગણબોટે પણ શહીદ થયા હતા. તેમના વિધવા સંગીતા ગણબોટેએ કહ્યું, સેનાનું આ પગલું પ્રશંસનીય છે. ઓપરેશન સિંદૂરનું નામ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. તે મહિલાઓના સન્‍માનનું પ્રતીક છે. પીએમ મોદીએ આતંકવાદીઓને યોગ્‍ય જવાબ આપ્‍યો. આતંકવાદનો અંત આવે!

પહેલગામમાં શહીદ થયેલા લેફ્‌ટનન્‍ટ વિનય નરવાલના પિતા રાજેશ નરવાલે આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. પોતાના નિવાસસ્‍થાને પત્રકારો સાથે વાત કરતા નરવાલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જ્‍યારે પણ મીડિયાએ મને પૂછયું કે હું ભારત સરકાર પાસેથી શું ઇચ્‍છું છું, ત્‍યારે મેં તેમને કહ્યું કે મને તેમના પર વિશ્વાસ છે અને તેઓ તેમનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, અને હવે એ દિવસ આવી ગયો છે જ્‍યારે કામ પૂર્ણ થશે. એમાં કોઈ શંકા નથી કે જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્‍યા છે તેઓ તેમને પાછા મેળવી શકયા નહીં, પરંતુ અમે એવી કાર્યવાહી ઇચ્‍છતા હતા જે એક મોટો સંદેશ આપે. મને લાગે છે કે તેઓ (પાકિસ્‍તાન) આ કાર્યવાહી કયારેય ભૂલશે નહીં. નરવાલે ઓપરેશન ‘સિંદૂર'ની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ચોક્કસપણે ૨૬ મહિલાઓને સાંત્‍વના આપશે જેમણે તેમના પુરુષો ગુમાવ્‍યા છે. તેમણે સશષા દળોનો આભાર માન્‍યો અને કહ્યું કે આપણે હંમેશા તેમનું સન્‍માન કરવું જોઈએ, આનાથી તેમનું મનોબળ ઊંચું રહે છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્‌ટનન્‍ટ વિનય નરવાલની માતા આશા નરવાલે કહ્યું, મારો આખો પરિવાર મોદી સાહેબ સાથે છે, જેમણે આજે બદલો લીધો છે. હું સશષા દળોના જવાનોને આગળ વધતા રહેવા કહેવા માંગુ છું. આજે જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કર્ણાટકના વતની મંજુનાથ રાવની માતા સુમતિએ કહ્યું, મારા પુત્રનું બલિદાન વ્‍યર્થ ગયું નથી... અમને આશા હતી કે વડા પ્રધાન મોદી યોગ્‍ય પગલાં લેશે અને તેમણે પગલાં લીધાં.

(10:54 AM IST)