News of Wednesday, 7th May 2025
આ પ્રયોગ કોઈ દેશ ઉપર નથી, કોઈ દેશની આર્મી ઉપર નથી : આ પ્રયોગ આતંકવાદી તેમજ તેના વડાઓ ઉપર છે : પૂ.મોરારીબાપુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭ : ઉતરાચલના નંદપ્રયાગ ખાતે ૯પ૬ની રામકથા માનસ નંદપ્રયાગ ચાલી રહી છે તેના આજે પાંચમા દિવસના પ્રારંભે મોરારીબાપુ એ કહયું કે, આજે સવારે પાંચ વાગ્યે મને સમાચાર મળ્યા કે, રાત્રીના ૧ થી ર ની વચ્ચે ભારતે સર્વભુતહીતાય સર્વભુતસુખાય, સર્વભુતપ્રીતાય, આંતકવાદ ના નાશ માટે સપોટ કરવાવાળા વ્યકિતઓ ઉપર એક પ્રયોગ કર્યો એમા બધાનું સુખ છે આ પ્રયોગ માટે અમારા વીર, ધીર અને ગંભીર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે સરક્ષણમંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને બધા કેબીનેટ મંત્રીશ્રીઓ અને મારા દેશની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ અને દેશવાસીઓને એક સાધુ તરીકે ફરી એકવાર સર્વભુતહીતાય, સર્વભુતસુખાય, સર્વભુતપ્રીતાય જો પ્રયોગ કર્યો હું હુમલા શબ્દનો ઉપયોગ નહી કરું આ એક પ્રયોગ છે કરવા જેવો પ્રયોગ છે. દેશકાળ અને પાત્રને જોઈને કરવા જેવો પ્રયોગ છે. આ માટે મારા દેશની સમગ્ર જનતાને ખુબ ખુબ અભિનંદન આપુ છું. વ્યાસપીઠ ઉપરથી બધા ફલાવર્સને સાથે લઈને જે ઘટનામાંના સુખ હોય ના દુઃખ હોય બંન્નેથી પર હોય તેને આનંદ કહેવામા આવે છે. એટલે આનંદની સાથે ભારતમાતાની જય બોલાવી. અને આગળ આગળ જે થાય તેમ બોલી કહ્યું કે આગે આગે ગોરખ જાગે મે જેવી રીતે સાંભળ્યું તેમ આ પ્રયોગ કોઈ દેશ ઉપર નથી. કોઈ દેશની આર્મી ઉપર નથી. આ પ્રયોગ આંતકવાદી તેમજ તેના વડાઓ ઉપર છે. જેમ આપણા દેશના વડાપ્રધાન બોલતા રહયા અને ગંભીરતાથી થોડા દિવસો કાઢયા અને વિરતા બતાવી ફરી એકવાર વીરતા, ધીરતા અને ગંભીરતા ને નમન છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
