News of Wednesday, 7th May 2025
એરસ્ટ્રાઈક એ આતંકી હુમલામાં અવસાન પામેલા સ્વજનોને સાચી શ્રધ્ધાંજલી
ભારતની ભૂમિ પર ખરાબ નજર નાંખનારાઓની આંખો ફોડી નાખવા પણ મોદી સરકાર અચકાશે નહિ, આપણા જવાનોને અભિનંદનઃ ડો.માધવ દવે, અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારીયાદીમાં જણાવાયું હતું કે પહલગામ હુમલા બાદ સતત દેશવાસીઓના મનમાં એક જ વાત હતી કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહલગામ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો ઉપર અંધાધુંધ ગોળીબાર કરી, ધર્મ અંગે વૈમનસ્ય ફેલાવવાનું અધમ કળત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવેલ. આનો જવાબ આતંકીઓને આપવાને આ આતંકી હુમલામાં અવસાન પામેલા સ્વજનોના પરિવારોને સાંત્વના અને શ્રધ્ધાંજલી આપવા તેમજ આ આતંકી હુમલા પાછળના માસ્ટરમાઈન્ડોને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના સ્વપ્નદષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ગળહપ્રધાન અમિતભાઇ શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને ભારતીય સેના દ્વારા ગઇ રાત્રે પાકિસ્તાનના આતંકવાદ પ્રેરિત વિવિધ નવ જેટલી જગ્યા ઉપર ભારતીય એર જવાનોએ એરસ્ટ્રાઈક કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ એરસ્ટ્રાઈકના પગલાને આવકારતા અને વધાવતા રાજકોટ શહેર ભાજપ ગૌરવની લાગણી અનુભવે છે.
આ એરસ્ટ્રાઈકએ આતંકી હુમલામાં અવસાન પામેલા સ્વજનોને સાચી શ્રધ્ધાંજલી છે. સાથો સાથ આતંકીઓને પ્રોત્સાહક બળ અને પીઠબળ પુરૂ પાડતાં માસ્ટરમાઈન્ડો અને આકાઓને આધુનીક અને નીડર ભારતની ચેતવણી પણ છે કે ભારત ભુમિ ઉપર નજર નાંખનારની આંખો ફોડી નાખતાં પણ હવેનું ભારતનું નેતળત્વ કરતી ભારતીય જનતા પાર્ટીની સબળ અને સક્ષમ સરકાર અચકાશે નહિ. આ તકે આ એરસ્ટ્રાઈકમાં પોતાના જીવના જોખમની પણ પરવા કર્યા વગર ભાગ લીધેલ ભારતીય વાયુ સેનાનાં તમામ જાંબાઝ જવાનો અને સાથોસાથ આ એરસ્ટ્રાઈકમાં જોડાયેલ તમામ હોદ્દેદારો અને અધિકારીઓને તેમના આ સફળ કાર્ય અભિનંદન આપતાં રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારો ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.
ઓપરેશન સિંદુર થકી ભારતની સીમા ઓળંગીને પાકિસ્તાનની સીમામાં આવેલા ૯ થી વધુ જેટલા અતિ અગત્યનાં અને આતંકીઓના તાલીમ સેન્ટરો ઉપર એક સાથે એરસ્ટ્રાઈક કરી તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને સાથો સાથ આતંકીઓને એ પણ ચેતવણી સાથે સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત દેશ એ શાંતિપ્રિય દેશ છે પણ જો કોઇ ભારત દેશની શાંતિ અને સલામતિને ડહોળવાનો પ્રયાસ કરશે તો તેને તેની જ ભાષામાં જવાબ દેવા માટે ભારત દેશ અને દેશની સેના સક્ષમ અને તૈયાર છે.
ભારત સરકાર અને ભારતીય સેનાના આ વિરલ પરાક્રમને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, પ્રદેશના મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓએ હર્ષની લાગણી સાથે બિરદાવેલ છે
(3:24 PM IST)










