News of Wednesday, 7th May 2025
બગસરામાં જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા બોકસ ક્રિકેટ તુટી પડતા ૧૦ લાખનું નુકશાન

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૭: બગસરામાં સવારથી જ વાતાવરણમાં પલટાના એંધાણ શરૂ થઈ ગયેલા હતા. ત્યારે વહેલી સવારમાં જ ભયંકર પવન સાથે વરસાદના ઝાપટા પડેલ હતા. ત્યારબાદ વાતાવરણમાં ભયંકર ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે બગસરા પંથકમાં લાખોના નુકસાનના પણ એંધાણ આવી રહ્યા છે. શહેરમાં અનેક વળક્ષો, બેનરો, પત્રાવો તેમજ હાલમાં જ બનેલ બોક્સ ક્રિકેટના હાલ બે હાલ થઈ ગયા છે.
વરસાદ આવતાની સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાયેલ હતો. જ્યારે શહેરમાં અનેક પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતો પ્રથમ વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જ્યારે બીજી તરફ જગતના તાત ઉપર આવી પડેલ ભયંકર મુશ્કેલીથી પારાવાર નુકસાન થયું છે. કુદરતે જાણે હાથમાં દીધેલો કોળિયો છીનવી લીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ખેડૂતોને ઉનાળુ પાક જેવું કે તલ મગ અડદ જેવા પાકોને વ્યાપક નુકસાની હાલ બે હાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
