તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 9th November 2026
મહિલાને સાચે જ મળી ગયો 'અલાદીનનો ચિરાગ': કિસ્મતે રાતોરાત યુટર્ન લેતાં સામાન્ય મહિલા બની બેઠી અબજોપતિ
ચમત્કારિક વળાંકમાં રાતોરાત બદલાયું કિસ્મતનું પાસું:અણધારી માલામાલ થતાં આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:એક સામાન્ય પરિવારની મહિલાનું જીવન રાતોરાત એવું પલટાઈ ગયું કે જાણે તેને અલાદીનનો અસલી ચિરાગ મળી ગયો હોય! અકસ્માતે કે અણધાર્યા સંજોગોમાં હાથ લાગેલી એક જબરદસ્ત સંપત્તિ કે લોટરીએ આ મહિલાનું નસીબ એવું ચમકાવ્યું છે કે તે ગણતરીની કલાકોમાં જ સીધી અબજોપતિ બની ગઈ છે.
ઉત્તર ફ્રાન્સની એક મહિલાએ જૂની વસ્તુઓની બજારમાં ખાસ બનાવટનો એક લેમ્પ જોયો જે તેને તે પસંદ આવ્યો. તેણે તે લેમ્પ 20 યુરોમાં ખરીદી લીધો અને ઘરે લઈ આવી. એક અહેવાલ પ્રમાણે, આ લેમ્પને મહિલાના ઘરની તિજોરીમાં મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ દરમિયાન આ લેમ્પ મહિલાની દીકરીના હાથમાં આવ્યો હતો.
યુવતીએ જ્યારે આ લેમ્પને ધ્યાનથી જોયો તો તેને ખબર પડી કે તેના તળિયે 'જોર્જેસ જૂવે' (1910–1964)નું નામ કોતરેલું છે. જેઓ યુદ્ધ પછીના સમયગાળામાં ફ્રાન્સના સૌથી અગ્રણી સિરેમિક કલાકારોમાંથી એક હતા. યુવતી તરત જ સમજી ગઈ કે આ કલાત્મક પીસ જૂવેના પોતાના હાથે બનાવવામાં આવેલો છે. આથી તેણે જૂવેની કલા પર કામ કરતા પેરિસના ઓક્શન હાઉસ 'NEO Encheres'નો સંપર્ક કરીને આ અંગે માહિતી આપી.
નિલામી ઘર દ્વારા આ લેમ્પની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી અને એ વાત સાબિત થઈ કે આ સાચે જ જૂવે દ્વારા જ બનાવવામાં આવેલી એક અદ્ભુત કલાકૃતિ છે. સિરામિકથી બનેલી વસ્તુ નાજુક હોવાને કારણે સમયની સાથે તૂટી જતી હોય છે, પરંતુ આ લેમ્પ ખૂબ જ સારી હાલતમાં સચવાયેલો હતો. આ બાબતે તેને વધુ આકર્ષક બનાવી દીધો. આ કલાકૃતિની હરાજી 29 ઓક્ટોબરે યોજાઈ હતી, અને તેની બોલી નિષ્ણાંતોએ ધારેલી અપેક્ષિત કિંમત કરતાં પણ ક્યાંયી ઉપર પહોંચી ગઈ હતી.આ અદ્ભુત લેમ્પે પ્રાચીન વસ્તુઓ સંગ્રહ કરનારાઓમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. ઘણા ખરીદદારોએ તેને મેળવવા માટે ઊંચી બોલી લગાવી હતી. છેલ્લે બે યુરોપિયન ખરીદદારો વચ્ચે આ લેમ્પને ખરીદવા માટે ભારે રસાકસી જામી હતી. જોકે છેલ્લી બોલી 2,51,000 યુરોની લાગી. આ જોર્જેસ જૂવેના અત્યારસુધીના કોઈપણ લેમ્પ માટે લાગેલી રેકોર્ડબ્રેક બોલી છે.
આ લેમ્પની જે ઊંચી કિંમત ઉપજી, તે મહિલા દ્વારા આ લેમ્પ માટે ચૂકવવામાં આવેલી મૂળ કિંમત કરતાં 12,000 ગણી વધારે હતી. જૂના માર્કેટમાંથી અચાનક મળી આવેલા આ લેમ્પ અને તેની હરાજીમાં લાગેલી રેકોર્ડબ્રેક કિંમતની ચર્ચા હાલ ચારેય બાજુ થઈ રહી છે. ખરેખર, આ ચમત્કારી લેમ્પે મહિલાની કિસ્મત રાતોરાત બદલી નાખી છે અને તેને એક મોટી ધનરાશિ અપાવી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
