<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જય હિન્‍દ કી સેના... ભારત માતા કી જય...

બોલિવૂડ સેલીબ્રીટીઓએ પણ ભારતીય સેનાની બહાદૂરીના કર્યા વખાણ

નવી દિલ્‍હીઃ ઓપરેશન સિંદૂર દેશવાસીઓએ સપોર્ટ કરતા ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી છે. બીજી તરફ બોલિવૂડ સેલિબ્રિટીએ પણ સેના દ્વારા કરવામાં આવેલી એરસ્‍ટ્રાઈકના સફળ થવા પર ખુશી વ્‍યક્‍ત કરી છે. તમામે જય હિન્‍દના નારા લગાવતા ભારતીય સૈન્‍યની બહાદુરીના વખાણ કર્યા છે. તો ચાલો જાણો સેલિબ્રિટિએ શું કહ્યું.........બોલિવૂડ એક્‍ટર રિતેશ દેશમુખે X પર પોસ્‍ટ કરીને લખ્‍યું- ‘‘જય હિન્‍દ કી સેના....ભારત માતા કી જય''ફિલ્‍મમેકર મધુર ભંડારકરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે લખ્‍યું- અમારી પ્રાર્થનાઓ સેના સાથે છે. એક રાષ્‍ટ્ર, આપણે સાથે ઉભા છીએ. ‘‘જય હિન્‍દ, વંદે માતરમ''

અભિનેત્રી નિમરત કૌરે ઈન્‍સ્‍ટા પર ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી અને લખ્‍યું- અમે અમારી સેના સાથે છીએ. આપણો દેશ, એક મિશન, જય હિન્‍દ. પરેશ રાવલ, અનુપમ ખેર, વિનીત કુમાર સિંહ અને રાહુલ વૈદ્યની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, ૨૨ એપ્રિલના રોજ જમ્‍મુ-કાશ્‍મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં લગભગ ૨૬ પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આ હુમલાથી આખો દેશ આક્રોશમાં હતો. હવે પહલગામ આતંકવાદી હુમલાના ૧૫ દિવસ બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપ્‍યો છે.

(2:09 PM IST)