News of Wednesday, 7th May 2025
ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલે સર્વપક્ષીય બેઠક
રાજનાથ સિંહ કરશે અધ્યક્ષતા

નવી દિલ્હી તા.૭: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. આ પરિસ્થિતિને જોતા પીએમ મોદી એ પણ ૩ દેશોનો વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે. ઓપરેશન સિંદૂર પછી, કેન્દ્ર સરકારે આવતીકાલે સવારે ૧૧ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન વિશે માહિતી આપશે. જેમાં ગળહમંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ હાજર રહેશે. આ ઉપરાંત વિપક્ષના નેતાઓ પણ હાજર રહેશે. પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં કુલ ૯૦ થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં ૩૦ આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ ૯ જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, ન્યાય થયો, જય હિન્દ
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
