<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

વિશ્વએ ભારતની અતુલ્‍ય ક્ષમતા-જુસ્‍સો જોયો : સેના અને નરેન્‍દ્રભાઇને અભિનંદનઃ જામનગરના જામ સાહેબ

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં શુરવીરોની વિરતા અને ચતુરાઇ તેમજ અદભુત શષાો સાથે પ્રશંસનીય તાલીમ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૭ : જામનગરના જામસાહેબે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને પાકિસ્‍તાનમાં કરેલી એરસ્‍ટ્રાઇક અને આતંકવાદીઓનો ખાત્‍મો બોલાવતા અભિનંદન પાઠવ્‍યા છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સશષા દળોએ આજે પાકિસ્‍તાનમાં આતંકવાદીઓ વિરૂધ્‍ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યુ હતું. જેમાં પાકિસ્‍તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને આતંકવાદીઓને ઠાર માર્યા છે.

જામ સાહેબે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને જણાવ્‍યું છે કે, પરમ વંદનીય નરેન્‍દ્ર ભાઈ, આપણું સાચા અર્થમાં ખૂબ મહાન રાષ્‍ટ્ર છે તે દુનિયાને બતાવવા બદલ વિશ્વભરમાં રહેલા તમામ ખરા જાડેજાઓ વતી  હું આપનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરું છું.

આપના નેતળત્‍વમાં શૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદભુત શષાો સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્‍ય ક્ષમતા અને જુસ્‍સો જોયો છે.

ભારતીય સેનાને ખૂબ શાબાશી અને  પરમ આદરણીય પ્રધાનમંત્રીનો ખૂબ આભાર. ઐતિહાસિક મહત્‍વ માટે મહત્‍વપૂર્ણ એવી મહાન સિદ્ધિઓ માટે માતાજી આપને આશીર્વાદ આપે. જય ભારત. તેમ અંતમાં  જામસાહેબે જણાવ્‍યું હતું.

(2:06 PM IST)