તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Wednesday, 7th May 2025
આઈટી રિટર્નના ફોર્મ તો બહાર પડયાં પરંતુ ભરવામાં આવશે ૧૫ જૂન પછી
ટીડીએસની વિગતો પોર્ટલ પર ૧૫ જૂન પછી દેખાવાને લીધે સમસ્યા

મુંબઈ,તા.૦૭: ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેના ફોર્મ તો બહાર પાડી દેવામાં આવ્યા છે. પરંતુ ટીડીએસની વિગતો આઇટી પોર્ટલ પર ૧૫ જૂન પછી દેખાવાના લીધે રિટર્ન ભરવામાં કરદાતાઓને હાલમાં સમસ્યા ઊભી થવાની છે.
ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ મે હોવાના કારણે તેના રિટર્ન ૩૧ મે પહેલા ભરી દેવામાં આવતા હોય છે. ત્યારપછીના ૧૫ દિવસોમાં ટીડીએસના તમામ ડેટા પોર્ટલ પર અપલોડ થવાની સાથે જે પણ કરદાતાઓના ખાતામાં ટીડીએસ જમા થવાનો હોય તે દેખાતા હોય છે. તેના કારણે કરદાતાઓ ટીડીએસના ડેટા વિના રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરીથી રિટર્ન ભરવાની સ્થિતિ ઊભી થતી હોય છે. તેના બદલે ટીડીએસની વિગતો પોર્ટલ પર અપલોડ થયા પછી જ કરદાતા દ્વારા રિટર્ન ફાઈલ કરવામાં આવતા હોય છે. ટીડીએસટ રિટર્ન ભરવાની તારીખ મોડી હોવાના કારણે આઇટી રિટર્ન ફાઈ લ કરવામાં દર વર્ષે મોડું થયું હોય છે. આ માટે જ આઈટી રિટર્ન ભરવા માટેની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હોય છે. આ માટેનું કારણ એવું પણ છે કે આઇટી રિટર્ન ભરવામાં દોઢ મહિનાનો જ સમય મળતો હોય છે. સામાન્ય રીતે બેથી ત્રણ મહિનાનો સમય આઇટી રિટર્ન ભરવા માટે આપવામાં આવે તેવી માંગણી સમયાંતરે સીએ એસોસિયેશન દ્વારા કરવામાં આવતી હોય છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે ટીડીએસ, શેરની વિગતો, ડિવિડન્ડ સહિતની વિગતો પોર્ટલ પર અપલોડ થયા બાદ રિટર્ન ફાઈલ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તેના કારણે જ આઈટી રિટર્નના ફોર્મ બહાર તો પાડી દેવામાં આવે છે. પરંતુ તેને લગતી અન્ય સંલગ્ન વિગતો ૧૫ જૂનની આસપાસ જ પોર્ટલ પર જોવા મળતી હોય છે. આ કારણોસર ૧૫ જૂન પછી જ આઇટી રિટર્ન ભરવામાં આવતા હોય છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
