<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

શેર બજારમાં વધુ પ્રોફિટ મેળવવાની લાલચમાં માંગરોળના વેપારીએ ૫.૪૫ લાખ ગુમાવ્‍યા

ગઠિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ, સાયબર પોલીસે તપાસ શરૂ કરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૦૭,માંગરોળના મકતુપર રોડ વિસ્‍તારમાં રહેતા માછીમારીનો વેપાર કરતા ૩૨ વર્ષીય રોશનભાઈ કાલિદાસભાઈ ખેતલપરાને ગઈ તારીખ ૨૯ માર્ચ ૨૦૨૪ના રોજ ફેસબુકમાં અજાણ્‍યા શખ્‍સોએ મુકેલ શેર બજારમાં નાણા રોકાણ કરવાની જાહેરાત જોવા મળી હતી. જેના પર ક્‍લિક કરતા ઓટોમેટીક એ ૧૬ મોમેન્‍ટમ સ્‍ટ્રોક તથા વેલ્‍થ હોમ એ નામના અલગ અલગ વોટ્‍સ એપ ગ્રુપમાં જોઈન્‍ટ થઇ ગયા હતા. જેમાં શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી અમુક રકમ બેંક ખાતામાં પ્રોફિટ પેટે જમા કરાવી વિશ્વાસ કેળવ્‍યો હતો.

શેર બજારમાં વધુ રોકાણ કરી ખૂબ જ મોટી રકમનું પ્રોફિટ મેળવવાની લાલચ આપી ડિમેટ એકાઉન્‍ટ ખોલાવ્‍યું અલગ અલગ બેન્‍ક એકાઉન્‍ટમાં ૧૪ એપ્રિલ ૨૦૨૪ થી ૨૩ મે ૨૦૨૪ સુધીમાં રોશન ભાઈ પાસેથી રૂપિયા ૭,૭૮,૬૦૭ ટ્રાન્‍સફર કરાવી રૂપિયા ૨,૩૨,૯૪૨ ઙ્કોફિટ પેટે રિફંડ કરી આપ્‍યા હતા.

બાદમાં અન્‍ય રકમ વિથડ્રો કરવા માટે અલગ અલગ ટેક્‍સ ભરવાના બહાના બતાવી વધુ રકમની માંગણી કરી અને બાકી રહેતી રૂપિયા ૫,૪૫,૬૬૫ની રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કરી હતી જેના આધારે મંગળવારે જૂનાગઢ સાયબર પોલીસે અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:44 PM IST)