<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

યુએસ ફેડ મીટિંગ: પોવેલની આગેવાની હેઠળની FOMC દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય : ટ્રમ્પે ચીન પરના ટેરિફ ન ઘટાડવાનું કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પરના ટેરિફ ન ઘટાડવાના નિવેદન વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દરોને સ્થિર રાખ્યા

ન્યૂયોર્ક: યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં ચેરમેન જેરોમ પોવેલની આગેવાની હેઠળની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ વ્યાજ દરોને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ચીન પર લાદવામાં આવેલા ટેરિફમાં કોઈ ઘટાડો કરશે નહીં.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વ્યાપક ટેરિફની રોજગારી અને ફુગાવા પરની અસરનું મૂલ્યાંકન કરવા માંગે છે. ફેડના ચેરમેન જેરોમ પોવેલ અને અન્ય નીતિ નિર્ધારકોએ સંકેત આપ્યો છે કે તેઓ કોઈ પણ નીતિગત ગોઠવણ કરતા પહેલા એ જોવા માંગે છે કે ચીનથી આવતા માલ પર ૧૪૫ ટકા સુધીની આયાત ડ્યૂટી સહિત તાજેતરના આયાત શુલ્ક ફુગાવા અને એકંદરે આર્થિક પ્રવૃત્તિને કેવી રીતે અસર કરે છે.
દરમિયાન, યુએસ શેર બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ લગભગ એક ટકા વધ્યો હતો, જ્યારે એસ&પી ૫૦૦માં ૦.૪%નો વધારો થયો હતો અને નેસડેક સ્થિર રહ્યો હતો.

(11:49 PM IST)