News of Wednesday, 7th May 2025
કર્નલ સોફિયા કુરૈશીના પિતાએ કહ્યું - હજુ પણ મને તક મળે તો પાકિસ્તાનને ખતમ કરી નાખ્યું : બાંગ્લાદેશ સામે લડી ચૂક્યા છે:
કર્નલ સોફિયા કુરૈશીના પિતાએ કહ્યું-મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. અમારી પેઢીઓ આર્મીમાં ફરજ બજાવતી આવી છે. મારા દાદા, મારા પિતા અને હું પણ આર્મી જ હતા

નવી દિલ્હી : ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદુર' (Operation Sindoor) હાથ ધરીને આતંકવાદના આકા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 'ઓપરેશન સિંદુર' અંતર્ગત ભારતીય સેનાએ PoKમાં સંતાયેલા આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરી નાંખ્યા છે. જેમાં 90 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે સવારે 10 કલાકે સેના દ્વારા પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં 'ઓપરેશન સિંદુર' વિશે માહિતી આપનાર બે મહિલા અધિકારીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. જે પૈકી કર્નલ સોફિયા કુરૈશીનું નામ આવતા ગુજરાતીઓની છાતી ગર્વથી ફૂલી જાય છે, કારણ કે વડોદરાની આ દીકરીએ સોફિયા કુરૈશી સૈન્ય ઑપરેશનની આગેવાની કરનાર ટીમનો હિસ્સો હતી. એવામાં તેના પરિવારના સભ્યોને પણ દીકરી પર ગર્વ અનુભવી રહ્યાં છે.
કર્નલ સોફિયા કુરૈશીના પિતાએ જણાવ્યું કે, મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. અમારી પેઢીઓ આર્મીમાં ફરજ બજાવતી આવી છે. મારા દાદા, મારા પિતા અને હું પણ આર્મી જ હતા. હવે મારી દીકરી પણ આર્મીમાં ગઈ છે. હું તો બાંગ્લાદેશ સામે યુદ્ધ લડી ચૂક્યો છે. જો હજુ પણ મને તક આપવામાં આવે, તો આજે પણ પાકિસ્તાઓને ખતમ કરી નાંખું.
જ્યારે કર્નલ સોફિયા કુરૈશીના ભાઈ મોહમ્મદ સંજય કુરૈશીએ જણાવ્યું કે, મારી મોટી બહેન મારી આદર્શ પણ છે. એમણે પાકિસ્તાનને જે સંદેશ આપ્યો, તેની ખાસ જરૂર હતી. અમે ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે આનો બદલો લેવામાં આવશે.
જો કે આવી રીતે બદલો લેવામાં આવશે અને મારા પરિવારના સભ્ય દ્વારા લેવામાં આવશે, તેની કોઈ આશા જ નહતી. હવે ગર્વથી મારી છાતી ફુલી ગઈ છે. ઈસ્લામ એક જ વાત શીખવાડે છે કે, તમે તમારા દેશની સેવા કરો અને દેશ માટે શહીદ થવું પડે, તો તેનાથી મોટી કોઈ કુરબાની નથી. અમારી પેઢીઓ દેશની સેવામાં લાગી છે.
દુશ્મને આપણને નુકસાન પહોંચાડ્યું, તો તેનો નાશ કરી નાંખવો જોઈએ. જેનાથી વધુ ગર્વની કોઈ વાત નથી. આજે અમારા પરિવાર, વડોદરાવાસીઓ, ગુજરાત અને સમગ્ર દેશવાસીઓની છાતી 56 ઈંચ ફૂલી ગઈ છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
