<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

મોસ્‍ટ વોન્‍ટેડ ત્રાસવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ : ૧૪ના મોત

મસૂદ અઝહરના ભાઈ, બહેન, પત્‍નિ અને પુત્ર પણ માર્યા ગયા

મસૂદનો આતંકી ભાઈ રઉફ અસગરની સ્‍થિતિ ગંભીર : મસૂદનો ભાઈ અને બીજો મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈસનું પણ મોત : રઉફ અસગરના ભાઈની પત્‍નિનું પણ મોત : મસૂદ અઝહરે જૈશ-એ-મહમદ વતી નિવેદન આપતા કહ્યુ કે મારા ભાઈ, બહેન, પત્‍નિ અને પુત્રના મોત : બીજા ૪ મારા અંગત હતા : હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત !

નિવેદનમાં કહ્યું કે મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખો પરીવાર સાફ થઈ ગયો : રઉફ અસગર અને તેના પૌત્ર - પૌત્રી, બહેન સાદીયાનો પતિ અને સૌથી મોટી પુત્રીના ૪ બાળકો ગંભીર ઘવાયા : રઉફ અસગરના પુત્ર હુઝૈસ અને ભાઈની પત્‍નિના પણ મોત : મસુદ અઝહરએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્‍મદનો સ્‍થાપક અને ભારતનો તેણે મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી છે. ૧૯૯૯માં ભારતીય વિમાન હાઈજેક કર્યુ હતું. તેના વડપણ હેઠળ જૈશ-એ-મોહમ્‍મદએ ભારતીય સંસદ ઉપર (૨૦૦૧) જમ્‍મુ કાશ્‍મીર વિધાનસભા ઉપર, ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ ઉપર અને ૨૦૧૯માં પુલવામા સુસાઈડ બોમ્‍બર અટેક સહિત મોટા આતંકી હુમલા કરેલ હતા.

(1:17 PM IST)