<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલોના પરિણામે અનેક યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અમેરિકા જેવા વિકસિત દેશો પણ ભારતના ઉત્પાદનો આયાત કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે: ભુપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નાના ઉદ્યોગકારોની સંખ્યા ૧૩ લાખથી વધીને ૨૦ લાખ સુધી પહોંચી: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત:ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં “ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ”:મુખ્યમંત્રીએ ૮,૩૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩,૬૩૦ કરોડથી વધુની સહાય અર્પણ કરી: ભરૂચ, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાના GIDC વિસ્તારની વિવિધ માળખાકીય સુવિધાઓનું ઈ-લોકાર્પણ9:18 PM IST

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે : ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું : ઋષિકેશ પટેલ : ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ , સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે : ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્‍સિલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોઇ રાજ્યમાં અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી :- આરોગ્ય મંત્રી 1:06 PM IST

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫" સર્વાનુમત્તે પસાર : ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો : અગાઉ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું : આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો : અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે ૨૭ હજાર જેટલી અરજીઓ મળી જેમાંથી ૨૦ હજાર જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ : રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ3:41 PM IST

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ‘શ્રીનાથજીની ઝાંખી': ઠાકોરજીનો સાક્ષાત્‍કાર થશે : પરમ દિવસે ભકિતમય વાતાવરણમાં ભાવિકો તરબોળ થશે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર' શીર્ષક હેઠળ પવિત્ર વાતાવરણમાં સંગીતમય કાર્યક્રમો યોજાશે : મંગળા, શ્રુંગાર, ગ્‍વાલ, રાજભોગ, ઉત્‍થાપન, ભોગ, સંધ્‍યા આરતી, શયનના દર્શન તેમજ શ્રીનાથજી પધાર્યા મારે ઘેર સહિતના કાર્યક્રમો-દર્શનનો લ્‍હાવો : પાસ મેળવવા માટે સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા દરમ્‍યાન વહેલા તે પહેલાના ધોરણે રાજકોટ લોહાણા મહાજન ઓફિસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે 3:05 PM IST