તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગુજરાતમાં એક તરફ ઓલમ્પીકની તૈયારી, બીજી બાજુ સમાન્ય માણસનું જીવન ખરાબઃ રામકિશન ઓઝા
બજેટ પર રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવની પ્રતિક્રિયા

અમદાવાદ, તા. ૨૧ : ગઇકાલે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં આગામી વર્ષો માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવા મહિલા આદિવાસી ખેડૂતો સિનિયર સિટીઝનોનું જીવન સુધારવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ અને પ્રભારી રામકિશન ઓઝાએ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા તેમજ તમામ કોર્પોરેટરો સાથે મળીને ગુજરાત બજેટ પર ચર્ચા કરી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસચિવ અને ગુજરાત પ્રભારી રામ કિશન ઓજાએ પત્રકાર પરિષદને માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત મોડલના કારણે દેશમાં સરકાર બની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫ હજાર કરોડના બજેટની સામે છેલ્લા ૧૫ વર્ષની વાત કરીએ તો ૫૦ હજાર કરોડ રૂપિયા થાય છે. ત્યારે અમદાવાદની ખરાબ પરિસ્થિતિને જોઈને અમને નથી લાગતું કે કયાંય પાંચ દસ હજાર કરોડનો પણ ખર્ચો કર્યો હોય. ખૂબ જ પરિસ્થિતિ અમદાવાદના સામાન્ય લોકોની છે .
અમે ઇ છીએ કે ગુજરાતની ભાજપની અમદાવાદનો લોકો ઉપર થોડી ઘણી દયા રાખવી જોઈએ. જેથી ગુજરાતના લોકો પણ ગર્વથી કહી શકે કે વડાપ્રધાન અમારા ગામના અને રાજ્યના છે. એક રીતે રાજ્ય સરકાર ઓલમ્પિક્સની તૈયારી કરી રહી છે. બીજી બાજુ સામાન્ય માણસનું જીવન ખરાબ થતું જાય છે.
બજેટમાં ખાસ કરીને સૌથી વધારે ધ્યાન બસેરા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને શિક્ષણ ઉપર કરવામાં આવ્યું છે તેઓ સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે માત્ર અમદાવાદ શહેરને અલગ અલગ વિસ્તારોમાં લાઈટ્સ લગાડીને ચમકાવી દેવાથી વિકાસ નથી થતો. સાચો વિકાસ સારી ડ્રેનેજ વ્યવસ્થા, સારા રોડ રસ્તા, સારું અને સસ્તું શિક્ષણ, સરકારી ખર્ચે વર્લ્ડ ક્લાસ આરોગ્યની સુવિધા, રોજગારી, સારું જીવન ધોરણ, મોંઘવારીમાં ઘટાડો કરવાથી થાય છે.
તેમણે અંતે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઈચ્છે છે કે અમદાવાદ શહેરનો સામાન્યથી સામાન્ય ગરીબથી ગરીબ વ્યક્તિ સુધી વિકાસ પહોંચે તેવું કાર્ય થવું જોઈએ. માત્ર ઉદ્યોગપતિઓ, ઉચ્ચ વ્યવસાયિકો નહીં પરંતુ રિક્ષા ચલાવવા વાળો, ઘોડા ચલાવવા વાળો, સામાન્ય ખેડૂત, સાયકલ ચલાવવા વાળો તમામ લોકોનો વિકાસ થાય તો જ સરકાર યોગ્ય કાર્ય કરે છે તેમ કહી શકાય.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
