તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો હાલ કોઈ વિચાર નથીઃ ગુજરાત સરકારનો જવાબ
ગૃહમાં અમિત ચાવડાના પ્રશ્ને જવાબ આપતા મંત્રી એ કહ્યું કે, હાલ આવો કોઈ વિચાર નથી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના આજે ત્રીજા દિવસે પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને કટાક્ષ સ્વરૂપે સવાલ કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની મહિલાઓ રોજેરોજ સમાચાર જોવે છે અને વાંચે છે. ગુજરાતની આજુબાજુના રાજ્યમાં કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો મળે છે. ગુજરાતમાં મહિલાઓને સરકાર 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો આપવા માંગે છે કે કેમ ? ગૃહમાં અમિત ચાવડાના પ્રશ્ને જવાબ આપતા મંત્રી એ કહ્યું કે, હાલ આવો કોઈ વિચાર નથી
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
