તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટની પાયલ હોસ્પિટલ સાથે મેરેજ હોલ અને ટોયલેટના પણ અશ્લીલ વીડિયો મળ્યા : ઘટસ્ફોટ
સાયબર DCPએ કહ્યું- આરોપીઓના ડિવાઈસમાંથી 22 કેટેગરીના વીડિયો મળી આવ્યા છે. આરોપીઓએ વીડિયોના મેનુકાર્ડ પણ બનાવ્યા હતા

રાજકોટ પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાને લઈને સાયબર ક્રાઈમની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સાયબર DCPએ કહ્યું કે, "આરોપીઓના ડિવાઈસમાંથી 22 કેટેગરીના વીડિયો મળી આવ્યા છે. આરોપીઓએ મેનુકાર્ડ પણ બનાવ્યા હતા"
DCPએ જણાવ્યું કે, "60થી 70 હોસ્પિટલના વીડિયો આરોપીઓ પાસેથી મળ્યા છે. આરોપીઓ વીડિયો વેચીને 8થી 9 લાખ કમાતા હતા તેમજ મેરેજ હોલ, જાહેર શૌચાલય અને ગંગા નદીના વીડિયો પણ મળ્યા છે. ગેરકાયદેસર રીતે કન્ટેન્ટ વેચવામાં આવતું હતું"
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ 6થી 8 મહિનાથી સક્રિય હતા તેમજ રેગ્યુલર અને પ્રીમિયર ગ્રુપમાં વીડિઓ મુક્તા હતા તેમજ CCTV હેક કરી વીડિયો મેળવતા હતા. આરોપીઓએ પૈસા કમાવા આ શરૂ કર્યું હતું. જેમાં રોમાનીયા અને એટલાન્ટા સાથે ભારતીય હેકર્સના નામ પણ સામે આવ્યા છે. આ આરોપીઓ ગેરકાયદે કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વેંચતા હતા
(7:46 PM IST)










