News of Friday, 21st February 2025
રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદમાં 800 રૂપિયા સુધી બોલાયો: જાણો 19 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 12,703.30 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 12,703.30 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 425 રૂ. અને નીચો ભાવ 130 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 760 રૂ., બીલીમોરામાં 700 રૂ., સુરતમાં 660 રૂ., દાહોદમાં 640 રૂ., આણંદમાં 600 રૂ., ગોંડલમાં 501 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 12,703.30 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
