તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 21st February 2025
ડીસ્ટ્રીકટ કોર્ટ-સરકારી પ્રેસ સહિત આજે કુલ ૧.૩૯ કરોડની આવક
મનપા તંત્રની લાલ આંખ સામે સરકારી કચેરીઓએ રાતોરાત મિલ્કત વેરો ભર્યો :રઘુવીરપરા, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલઃ કડક ઝૂંબેશ :૩૧ માર્ચ ૨૦૨૫ સુધી તમામ રજાના દિવસો સહિત મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ કાર્યરત રહેશે

રાજકોટ તા. ર૧ :.. મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૪-રપનો ૪૧૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા બાકી વેરો વસુલવા ઝૂંબેશ ચાલી રહી છે. શહેરમાં જુદી જુદી સરકારી કચેરીઓ પાસેનું મિલ્કત વેરાનું લેણુ પણ ૮૭ કરોડને પાક થઇ ચૂકયું છે. ત્યારે આજે ડીસ્ટ્રીકટ કોર્ટના પ૬ લાખ, સરકારી પ્રેસના ૧૪ લાખ, સહિતની કચેરીએ મિલ્કત વેરો ભરપાઇ કરતા મનપા તંત્રને બપોર સુધીમાં ૩૧.૩૯ કરોડની આવક થવા પામી છે.
વેરા વસુલાત શાખા દ્વારા રઘુવીરપરા, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલ કરી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર શ્રી ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારમાં કડક ઝુંબેશની કાર્યવાહી દરમ્યાન વોર્ડ નં-૧- ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૫૦ લાખ, ગોવિંદ નગરમાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૩,૨૯૦, ૧૫૦ ફૂટ રીગ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૪.૮૬ લાખ, જામનગર રોડ પર આવેલ ૧- યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૬.૮૬ લાખ, લોહાણાપરામાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૩૨ લાખ, ટાગોર રોડ પર આવેલ ‘ધનલક્ષ્મી' સેકન્ડ ફ્લોર શોપ નં-૨૦૨ ને સીલ મારેલ.(સીલ), મનહર પ્લોટમાં' ઋષીકેશ કોમ્પ્લેક્ષ' ૧-યુનિટને સીલ મારેલ છે.
આ ઉપરાંત ગોંડલ રોડ પર આવેલ ‘પ્રમુખ સ્વામી આર્કેડ'ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૧ર, રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ' સેકન્ડ ફ્લોર શોપ નં-૨૧૦, રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ' થર્ડ ફ્લોર શોપ નં-૩૦૩ તથા ટાગોર રોડ પર આવેલ ૧-યુનિટ, સદર નગર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટ, ગરેડીયા કૂવા રોડ પર આવેલ ‘મહાદેવ આર્કેડ'થર્ડ ફ્લોર શોપ નં-૬ , સમ્રાટ ઇન્ડ.એરીયામાં ૧-યુનિટ સહીત આજ બપોરે ૧.૦૦ કલાક સુધી ૧૧-મિલક્તોને સીલ મારેલ તથા ૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૭-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ.આજના દિન ની રીકવરી રૂા.૧.૩૯ કરોડ થવા પામીછે.
જયારે એપ્રિલથી આજ દિન સુધીની રૂ.૩૬૬.૦૦ કરોડની મિલ્કત વેરાની આવક થવા પામી છે.
આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ , સિદ્ધાર્થ પંડ્યા , ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી , ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(૪.૨૬)
(3:55 PM IST)










