તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
હું ઉજવણી શરૃ જ કરવાનો હતો કે, જોયું... : રોહિતે લોલીપોપ કેચ છોડયા બાદ અક્ષર પટેલે આપી પ્રતિક્રીયા

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ગોલ્ડન આર્મ બની ચૂકેલા અક્ષર પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિક લેતા લેતા રહી ગયો હતો. અક્ષર પટેલે બાંગ્લાદેશના ૨ બેટ્સમેનને આઉટ કર્યા હતા. જો રોહિત શર્માએ કેચ ન છોડ્યો હોત તો તેને હેટ્રિક મળી ગઈ હોત. તેની સાથે જ અક્ષર પટેલ હેટ્રિક લેનાર પાંચમો ભારતીય ખેલાડી બનતા રહી ગયો હતો.
રોહિત શર્માએ જાકેર અલીનો લોલીપોપ કેચ છોડ્યો હતો. સ્લિપ પર તેનાથી સરળ કેચ ખૂબ ઓછા જોવા મળે છે. પરંતુ તેને રોહિત પકડી શકયો નહીં. બાંગ્લાદેશની ઇનિંગ પૂર્ણ થયા પછી અક્ષર પટેલે તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, જેવો રોહિત પાસે કેચ ગયો, મને હેટ્રિક મળવાનો વિશ્વાસ હતો, મેં ઉજવણી શરૃ જ કરવાનો હતો કે, જોયુ... અને પછી પાછળ ફરી ગયો. (૩પ.૮)
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
