તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગોંડલ પરિણીતા રીસામણે હોઇ તેનો ખાર રાખી અતુલભાઇ પર હુમલો
અતુલ ઉર્ફે કાળુની ગોંડલ બી. ડીવીઝન પોલીસમાં ચોટીલાના હિતેષ ધોરીયા અને જયરાજ મકવાણા સામે ફરિયાદ

રાજકોટ, તા. ર૧: ગોંડલમાં પરિણીતા રીસામણે આવી હોઇ તે બાબતનો ખાર રાખી ચોટીલામાં રહેતા પરિણીતાના પતિ સહિત બે શખ્સોએ આવી ધોકા વડે યુવાન પર હુકલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોંડલના મીલન પાર્કમાં રહેતા અતુલભાઇ ઉર્ફે કાળુભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ. ૩૬) ઘરે કાજલબેન છેલ્લા એક માસથી રીસામણે આવેલ હોઇ તેને તેના ચાટીલા મફતીયાપરામાં રહેતા પતિ હિતેષ સામતભાઇ ધોરીયા સાથે થોડા સમયથી મનદુખ ચાલતુ હોઇ તે બાબતનો ખાર રાખી કાજલબેનનો પતિ હિતેષ ધોરીયા અને જયરાજ મકવાણા બન્ને ગોંડલ આવી અતુલભાઇ પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ અંગે અતુલભાઇ ઉર્ફે કાળુભાઇએ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ એસ.સી. વાગડીયાએ તપાસ હાથધરી છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
