તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ચીભડાં કરતા ' બી ' મોટું : ગુજરાતના 2025-2026ના બજેટના કદ કરતા પણ વધુ રૂપિયાનું રાજ્યનું જાહેર દેવું
વર્ષ 2023-24 ના સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. 25212 કરોડ વ્યાજ ચૂકવ્યું અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે.

ગાંધીનગર : ગુજરાતના જાહેર દેવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવુ 3,77,963 કરોડને પાર થયું છે.
આ જાહેર દેવુ એટલી બધી રકમનું છે કે, નાણાંકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રનું કદ 3,70,250 કરતા પણ વધુ છે. જાહેર દેવા પેટે ગુજરાત સરકારે 2022-2023ના વર્ષમાં 23442 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી. વર્ષ 2023-24 ના સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. 25212 કરોડ વ્યાજ ચૂકવ્યું અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
