<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કાલાવડ રોડ પર બસ સાથે બૂલેટ અથડાતાં બે પિત્રાઇ ક્રિશ અને ઉદય ઝાપડાને ઇજાઃ એકને ગંભીર ઇજા

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમા નજીક સાંજે આઠેક વાગ્‍યે બસ સાથે બૂલેટ ધડાકાભેર અથડાતાં બૂલેટ પર બેઠેલા બે પિત્રાઇ ભઅઇઓને ઇજા થઇ હતી. જાણવા મળ્‍યા મુજબ રૂડાનગર-૩માં રહેતોં અને કોલેજમાં અભ્‍યાસ કરતો ક્રિશ ઘેલાભાઇ ઝાપડા તેના કાકાના દિકરા ભાઇ ઉદય ધીરૂભાઇ ઝાપડાને બૂલેટમાં બેસાડીને આટો મારવા નીકળ્‍યા બાદ કાલાવડ રોડ તરફથી ઘર તરફ જતો હતો ત્‍યારે વચ્‍ચે અચાનક એક બસ આવી જતાં બસ સાથે બૂલેટ અથડાતાં બંને ભાઇ રોડ પર ફેંકાઇ જતાં ક્રિશને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ઉદયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ક્રિશ બે ભાઇમાં નાનો છે અને ઉદય નવમુ ધોરણ ભણે છે. તસ્‍વીરમાં બસ સાથે અથડાયા બાદ બૂલેટ ફંગોળાઇ ગયું હતું તે જોઇ શકાય છે

(3:31 PM IST)