<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કાલથી મહાશિવરાત્રી મેળામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાશે

જુનાગઢ રેન્‍જ આઇજીપી નિલેશ જાજડીયા અને ઇન્‍ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં રપ૦૦થી વધુ પોલીસ કાફલો તૈનાતઃ પ ઝોનમાં વિભાજનઃ પત્રકાર પરિષદ

 

 

ઉપરોકત તસ્‍વીરમાં બંદોબસ્‍ત અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા રેન્‍જના પોલીસ વડા નિલેશ જાંજડીયા તથા જુનાગઢના ઇ.ચા. એસ. પી. ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ) (પ-૮)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. આવતીકાલે ભવનાથ મંદિર ખાતે ધ્‍વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થનાર છે.

ત્‍યારે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાય રહે તે માટે ગોઠવવામાં આવેલ અભેદ સુરક્ષા કવચ ચુસ્‍ત કડક પોલીસ બંદોબસ્‍ત અંગે જુનાગઢના રેન્‍જ આઇજીપી શ્રી નિલેશ જાજડીયાએ ભવનાથ પોલીસ સ્‍ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. શ્રી જાંજડીયાએ જણાવ્‍યું હતું કે આ મેળામાં ડીવાયએસપી ૧ર પીઆઇ રર પીએસઆઇ ૧ર૩ પોલીસ ૧૦ર૯ ટ્રાફિક ૧૩૦ એસઆરપી કંપની ર હોમગાર્ડ પર૯ જીઆરડી ૬ર૬ બીડીડીએસની ૩ ટીમો તૈનાત કરવામાં આવી છે.

જુનાગઢ શહેરમાં ૪૬૮ સીસી ટીવી કેમેરાથી સર્વેલન્‍સ કરવામાં આવશે. જેમના પ૧ ભવનાથ વિસ્‍તારમાં છે. ર૪૭૧ થી વધુ સ્‍ટાફ ખડેપગે ફરજ બજાવશે.

આ બંદોબસ્‍ત દરમ્‍યાન જુનાગઢના રોજ આઇજીપી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇ.ચા. એસપી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા કેશોદ ડીવાયએસપી બી. સી. ઠકકર, ડી. વી. કોડિયાતર તેમજ એલસીબી પી. આઇ. જે. જે. પટેલ, પીએસઆઇ ડી. કે. ઝાલા, વાય. પી. હુડીયા, એસઓજીના પીઆઇ પી. કે. ચાવડા, પીએસઆઇ એમ. વી. રાઠોડ તેમજ એ. ડીવીઝનના પીઆઇ બી.બી. કોળી, બી. ડીવીઝનના પીઆઇ પી. સી. સરવૈયા, સી ડીવીઝનના પીઆઇ વી. જે. સાવજ, ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર. કે. પરમાર તેમજ જુનાગઢ ટ્રાફિક પોલીસ સ્‍ટેશનના મહિલા પીઆઇ એચ. કે. હુંબલ, પીએસઆઇ એસ. એન. જાડેજા, પીએસઆઇ પી. કે. ઝાલા, સહિત રપ૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રાઉન્‍ડ ધ કલોક ફરજ બજાવશે. અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે અને કોઇપણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખશે.

(12:18 PM IST)