તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટ જીલ્લામાં ધો. ૧૦-૧રના પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના એરીયામાં સભા-સરઘસ પર પ્રતિબંધઃ ૧૪૪મી કલમ લાગુ કરાઇ
એડી. કલેકટર ગૌતમનું જાહેરનામું પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ-ઇલેકટ્રોનિક ઘડીયાલ પર મનાઇઃ પરીક્ષાના દિવસે ઝેરોક્ષની દુકાનો ખોલવાની મનાઇ

રાજકોટ તા.ર૧: નિયામક (પરીક્ષા), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી યોજાનાર હોવાનું જાહેર કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૧૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મી. ના આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કળત્ય ન થાય અને ઉકત પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને પરીક્ષા કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન ન આવે તે માટે ખાસ જાહેરનામું બહાર પડાયું છે.
એડીશ્નલ કલેકટરશ્રી એ. કે. ગૌતમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી.(સામાન્ય પ્રવાહ/વીજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્દ્રો પૈકી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારના (૧) એસ.એસ.સી.નાં પરીક્ષા કેન્દ્રોમાં તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધી (૨) એચ.એસ.સી.ના વિજ્ઞાન પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ (૩) એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહ ના પરિક્ષા કેન્દ્રોમાં તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી (૪) એચ.એસ.સી. વ્યવસાયલક્ષી પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીની પરિક્ષાઓ દરમિયાન પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરથસ કાઢવું નહી.
પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, વિજાણું ઘડીયાળ અને તે પ્રકારના અન્ય સાધનો/યંત્રો લઈ જવા નહી તેમજ ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કળત્ય કરવું નહીં અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેમજ સ્કુલમાં ઉપલબ્ધ ઝેરોશ તથા લીથો મશીનો પણ બંધ રાખવા લાઉડ સ્પીકરના ઉપયોગ તેમજ પરીક્ષા સ્થળમાં બિનઅધિકળત વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ કરવા હુકમ કરાયો છે.
(2:58 PM IST)










