<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

નમો દેવી યમુનેઃ યમુનાજીના કિર્તન સાથે ભકિતસભર નૃત્‍યનાટીકા

યમુનાજીના જીવનના પ્રાગટયથી લઇ ભાઇબીજના યમરાજાના વરદાન સુધીના પ્રસંગો નાટયસ્‍વરૂપે રજુ થશેઃ રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા ર માર્ચના કાર્યક્રમ

રાજકોટઃ રઘુવંશી સંસ્‍થાઓમાં રાજકોટમાં કાર્યરત સંસ્‍થાઓમાં લોહાણા કર્મચારી મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ થાય છે. આગામી બીજી માર્ચના રોજ  એક ભકિતભાવ સાથેની નૃત્‍યનાટીકા પ્રસ્‍તુત થનાર છે. આ નૃત્‍યનાટીકા શ્રી યમુના મહારાણી ઉપરની છે. શ્રી યમુનાજીના જીવનના પ્રાગટયથી લઇ ભાઇબીજના યમરાજાના વરદાન સુધીના પ્રસંગોને નાટયસ્‍વરૂપે પ્રસ્‍તુત થનાર આ નૃત્‍યનાટીકામાં શ્રી યમુનાજીના ભકિતસભર પદો પર નૃત્‍ય દ્વારા ભકિત સમર્પીત થવાની છે. તેમ જણાવાયું છે.

પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે બીજી માર્ચ રવિવાર રાત્રે ૮:૩૦ કલાકે આ કૃતિ પ્રસ્‍તુત થશે. જેમાં સુસજજ કલાકારો પોતાની કલા સાધનાના સહારે આ કાર્યક્રમ સફળ બનાવવા તાલીમ લઇ રહયાં છે.

આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ અને જાણીતા બીલ્‍ડર શ્રી રાજુભાઇ પોબારૂ, રાજકોટ લોહાણા મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટક અને આકાશવાણી રાજકોટ આસીસ્‍ટંટ ડાયરેકટર ઓફ પોગ્રામ શ્રીહિતેશભાઇ માવાણી, રાજકોટ જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઇ ડીહોરા ઉપસ્‍થિત રહેશે.

આ નૃત્‍યનાટીકામાં સુ.શ્રી ડો.જુલીબેન અનડકર અને તેમની ટીમ ડો.હર્ષાબેન ઠકકર અને તેની ટીમ, કુ.પ્રીયા શિંગાળા, કુ.સલોની શીંગાળા, હિમાક્ષી કાનાબાર-ચંદ્રાણી, અદિતી, બિન્‍દીયાબેન અમલાણી, રોનકબેન પારેખ, પ્રિન્‍સી શિંગાળા, પ્રતિક્ષા, મીરાબેન, ડોલીબેન ઠકકર, પ્રતિક્ષા, શ્રીમાંડવીયા, ડેન્‍સી, કૃતિકા કારીયા અને કારોબારી સમીતીના મહીલા સભ્‍યો પોતાની આગવી કલા પાથરશે.

આ સમગ્ર નૃત્‍યનાટીકાનું લેખન અને ડાયરેકશન સંસ્‍થાના પ્રમુખ ડો.ભાવનાબેન જી.શિંગાળા દ્વારા થયેલ છે. આ સંસ્‍થાના સલાહકાર શ્રી નવીનભાઇ ઠકકર, સુ.શ્રી રંજનબેન પોપટ, શ્રી મનીષભાઇ સોનપાલ અને શ્રી કિરીટભાઇ કુંડલીયાની શુભેચ્‍છાઓ સાથે કારોબારી સભ્‍યો શ્રીમતી રેખાબેન નથવાણી, ડો.જુલીબેન અનડકટ, શ્રીમતી હેમલબેન સેદાણી, તૃપ્તીબેન ખખ્‍ખર, ડો.નેહલબેન શિંગાળા, શ્રીમતી જલ્‍પાબેન પોપટ વગેરે સેવા આપી રહયાં છે.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના મંત્રીશ્રી જીલેશભાઇ શિંગાળા, ઉપપ્રમુખશ્રી રામભાઇ કોટેચા, સહમંત્રીશ્રી મનીષભાઇ પલાણ સાથે નિવૃત કર્મચારી મીત્રો શ્રી ભરતભાઇ પાવાગઢી, શ્રી જગદીશભાઇ બારાઇ, આ મંડળ તમામ કારોબારી સભ્‍યો શ્રી શૈલેષભાઇ ચંદારાણા, શ્રી વિરેન્‍દ્રભાઇ વસંત, શ્રી હરેશભાઇ પુજારા, શ્રી અશોકભાઇ દતાણી, શ્રી મનીષભાઇ પલાણ, શ્રી અલ્‍પેશભાઇ મીરાણી, શ્રી ગૌરવભાઇ રવેશીયા, શ્રી અજયભાઇ ગણાત્રા, શ્રી દીપકભાઇ નાગ્રેચા, શ્રી ભાવેશભાઇ માણેક, શ્રી ચિરાગભાઇ ચોલેરા, શ્રી સચીનભાઇ હરખાણી, શ્રી જગદીશભાઇ કકકડ, શ્રી દુર્ગેશભાઇ નૈનસોનૈયા જહેમત ઉઠાવી રહયાં છે.

કાર્યક્રમના પાસ માટે ૮૧૬૦૪ ૧૪૭૧૩ જીલેશભાઇ શિંગાળા અથવા ૯૯ર૪૦ ૬રર૬૯ મનીષભાઇ પલાણનો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:55 PM IST)