<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

જામજોધપુર લોહાણા વેપારી મુનાભાઇ ચોટાઇના સુપુત્રના શુભલગ્નઃ ચિ. રાજ : ચિ. ચાર્મી

લગ્નનો ચાંદલો શિક્ષણ અને આરોગ્‍ય માટે ગાંધીનગરના રઘુવંશી એકશન ગ્રુપને અર્પણ કરાશે

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર :.. જામજોધપુર લોહાણા વેપારી અગ્રણી મુનાભાઈ ચોંટાઈ અને સ્‍વ. હીનાબેનના   સુપુત્ર ચિ. રાજ ના શુભ લગ્ન ચિ.ચાર્મી જામકલ્‍યાણપુર નિવાસી અ.સૌ.પારૂલબેન તથા શ્રી કાલીદાસભાઈ ત્રિકમદાસભાઈ દતાણીની સુપુત્રી સાથે સવંત ૨૦૮૧ ના મહાવદ - ૧૦ ને રવિવાર , તા.૨૩-૫-૨૦૨૫ ના શુભદીને નિર્ધારેલ છે.

આ પરિવારે એવું નક્કી કર્યુ છે. કે પોતાના લગ્નમાં આવનાર ચાંદલો લોહાણા સમાજના દીકરા દીકરીઓના આરોગ્‍ય અને શિક્ષણ માટે રઘુવંશી એક્‍શન ગ્રૂપ ગાંધીનગરને આપવામાં આવશે.જે સમગ્ર સમાજ માટે એક દાખલા રૂપ છે લોહાણા સમાજના ઘણા સક્ષમ પરિવારો પોતાના ત્‍યાં લગ્ન કે પ્રસંગ હોય ત્‍યારે કોઈ ચાંદલો લેતા નથી.વધુમાં મુનાભાઈ ચોંટાઈએ એવું જણાવ્‍યું છે કે મારુ એવું માનવું છે. કે ચાંદલો લેવો જોઇએ અને લઈને આપણે સમાજ આરોગ્‍ય શિક્ષણ માટે આપી દેવા જોઈએ. અત્‍યારે ૨ દિવસ ના લગ્ન નિમિતે ખોટા ખર્ચ અને દેખાડા કરવામાં આપણે કયારેય પાછાં પડતા નથી.

પણ મુનાભાઈ ચોંટાઈના હૃદયમાં એવો ભાવ કે બને એટલી સમાજની સેવા થાય ,સમાજના જરૂરીયાતમંદ પરિવારોને આરોગ્‍ય અને શિક્ષણ માટે જરૂર હોય તેને ઉપયોગી નીવડે, અત્‍યારે ઘણા પરિવારોને હાથમાં થી પૈસા છૂટતા નથી. એવા લોકો માટે આ ચોટાઈ પરિવારે સમાજમાં એક દાખલો બેસે એવું ઉમદા કામ કર્યુ છે

(11:46 AM IST)