<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પાટણના સ્‍થાપના દિવસની ઐતિહાસિક ઉજવણી

રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી સમારોહમાં દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યો

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૨૧:  પાટણ નગરના ૧૨૮૦મા સ્‍થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ર૫મા વિરાંજલી સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્‍યક્ષ શક્‍તિસિંહ ગોહિલ, પિશોજના રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ અને સાણંદના ઠાકોર પુવસિંહજી વાઘેલા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારો અને વિરાંજલી કાર્યક્રમના સ્‍થાપક વડીલોનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં રાજપૂત સમાજની દિકરીઓએ તલવાર રાસની પ્રસ્‍તુતિ કરી ઉપસ્‍થિત

સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. શક્‍તિસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં પાટણના ઐતિહાસિક શાસનકાળને યાદ કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે તત્‍કાલીન શાસકોએ વિવાદોને સંવાદથી ઉકેલવાનો અભિગમ અપનાવ્‍યો હતો. જૈન અને હિન્‍દુ ધર્મ વચ્‍ચે એકસૂત્રતા જાળવી રાખવામાં આવી હતી. તેમણે ભૂતકાળના શાસકોની લોકહિતલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી.મહંત રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુએ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાટલના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવામાં આવ્‍યો અને ભવિષ્‍યમાં પણ એ જ માર્ગે આગળ વધવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

(3:44 PM IST)