<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

રેલનગરમાં નવી બનતી બિલ્‍ડીંગના ૧૪મા માળથી પટકાતાં મજૂરનું મોત

પ્‍લાસ્‍ટર કરવા માટે પાણી છાંટતી વખતે બનાવ ૪૦ વર્ષિય જુકતાભાઇ બાગે ઘટના સ્‍થળે જ દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૧: રેલનગરમાં નવા બની રહેલા એપાર્ટમેન્‍ટમાં મજુરી કરતો અને ત્‍યાં જ રહેતો મુળ ઓરિસ્‍સાનો મજૂર ચોૈદમા માળેથી અકસ્‍માતે પડી જતાં કમકમાટીભર્યુ મોત થયું હતું. જાણવા મળ્‍યા મુજબ મુળ ઓરિસ્‍સાનો વતની હાલ રેલનગર સમર્પણ હાઇટ્‍સ  નામની સાઇટ ખાતે રહી મજુરી કરતો જુક્‍તાભાઇ નકુલભાઇ બાગ (ઉ.વ.૪૦) નામના યુવાને સવારે  બિલ્‍ડીંગના ચોૈદમા માળે સામાન હેરફેર માટેની લિફટમાં ઉભો રહી પ્‍લાસ્‍ટર કરવાનું હોઇ નળીથી પાણી છાંટતો હતો ત્‍યારે અકસ્‍માતે પડી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી મારફત થતાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશના પીએસઆઇ બી. વી. બોરીસાગર સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. ત્રણ વર્ષથી અહિ રહી મજુરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(3:57 PM IST)