<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

અમારી ઘરે પ્રસંગ છે, તારા ઘર સામે માંડવો નાખવાનો છે દાદાગીરી કરતી નહિ...કહી સુનિતાબેનની ધોલધપાટ

મવડી પ્રિયદર્શની સોસાયટીમાં બનાવઃ પડશોઅી વર્ષાબેન, તેના પુત્ર મોહિત, ત્રિવેણીબેન, તેના પુત્રવધુ પાયલબેન અને બીજા પડોશી મિત્તલબેન વિરૂધ્‍ધ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ :મોહિતે માથામાં કપડા ધોવાનો ધોકો ફટકાર્યો અને મારી નાંખવાની ધમકી પણ દીધી

 

રાજકોટ તા. ૨૧: મવડી ચાલીસ ફુટ રોડ ધરમનગર પાસે પ્રિયર્દશની સોસાયટીમાં રહેતાં મહિલાને પડોશી મહિલા, તેના પુત્ર, બીજા મહિલા અને તેની પુત્રવધુ સહિત પાંચ જણાએ મળી ઢીકાપાટુનો માર મારી તેમજ માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી દઇ ઇજા કરતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. પડોશી મહિલાએ આવી અમારી ઘરે પ્રસંગ છે અને તારા ઘર સામે માંડવો નાંખવાનો છે, તું દાદાગીરી કરતી નહિ તેમ કહી આ ડખ્‍ખો કર્યો હતો.

આ બારામાં તાલુકા પોલીસે મવડી ધરમનગર પાસે ૪૦ ફુટ રોડ પ્રિયદર્શન સોસાયટી-૫માં રહેતાં સુનિતાબેન ધર્મેન્‍દ્રભાઇ હજારી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી વર્ષાબેન કિશોરભાઇ કોરડીયા, મોહિત કિશોરભાઇ કોરડીયા, ત્રિવેણીબેન, પાયલબેન અને મિત્તલબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સુનિતાબેન હજારીએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારા પતિ મજુરી કામ કરે છે. મારે દિકરો, દિકરી છે. અમારી બાજુમાં વર્ષાબેન કોરડીયા તેમજ ત્રિવેણીબેન અને તેની પુત્રવધુનું પાયલબેન રહે છે, તેની સાથે અમારે અગાઉ બોલાચાલી થઇ હતી. ગુરૂવારે હું નોકરી પરથી ઘરે આવી ત્‍યારે મારા સાસુ રાધાબેન ભીખુભાઇ હજારી કે જે ૭૦ વર્ષના છે તે ઘરે હતાં અને દિકરી સકૂલે ગઇ હતી. મારા પતિ પણ નોકરીએ હતાં. હું ઘરમાં સાફસફાઇ કરતી કરતી બહારનો ઓટો ધોવા ગઇ ત્‍યારે પડોશી વર્ષાબેને કહેલુ કે-અમરા પરમાં પ્રસંગ છે જેથી મારે તમારા ઘરની સામે માંડવો નાખયો છે, તું દાદાગીરી કરતી નહિ તેમ કહી મારી સાથે બોલાચાલી કરી હતી.

એ દરમિયાન વર્ષાબેને બીજા પડોશી ત્રિવેણીબેન અને તેના વહુ પાયલબેને બોલાવતાં તે પણ આવી ગયા હતાં. તેમજ મિત્તલબેન પણ આવી જતાં આ બધાએ મારી સાથે તરકાર કરી ધક્કામુકી  અને મારામારી ચાલુ કરી હતી. જેથી મેં બંનેને ધક્કો દઇ દુર કરી દીધા હતાં. એ દરમિયાન વર્ષાબેનનો દિકરો મોહિત આવી ગયો હતો અને તેણે નજીકમાં પડેલો કપડા ધોવાનો ધોકો ઉઠાવી મારા માથામાં ઘા મારી દીધો હતો. વર્ષબેને જમણો હાથ પકડી ખેંચીને મરડી નાખ્‍યો હતો. હું ત્‍યાંથી છટકીને મારા ઘરમાં જતી રહી હતી. મારા સાસુએ ડેલી બંધ કરી દીધી હતી.

આ પછી ડેલીએ ઉભા રહી વર્ષાબેન, મોહિતે હવે પછી કંઇ કરશો તો પતાવી દઇશું કહી ધમકી આપી હતી અને જતાં રહ્યા હતાં. બાદમાં મેં પોલીસને ફોન કરતાં ગાડી આવી હતી અને મને સારવાર માટે ખસેડી હતી.

તેમ વધુમાં સુનિતાબેને જણાવતાં તાલુકા પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(3:30 PM IST)