તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
માફ કરો, આગળ વધો અને જીવનમાં ખુશ રહોઃ ધોની
આઇપીએલ શરૃ થાય એ પહેલા માહીએ તણાવ મુકત જીવન જીવવાના પોતાના રહસ્યો શેર કર્યા :જીવનને સરળ બનાવી રાખવું, તમારી જાત સાથે ઇમાનદાર રહો, માફ કરવાની તાકાત રાખો

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઇપીએલ ૨૦૨૫ પહેલા ચર્ચામાં આવી ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટનને ફેન્સ થોડા દિવસો પછી ફરી મેદાન પર જોઇ શકાશે. ધોનીએ આઇપીએલની શરૃઆત પહેલા તણાવ મુકત જીવન જીવવાના પોતાના રહસ્યો શેર કર્યા છે. દિવંગત અભિનેતા રાજેશ ખન્નાની અમર પ્રેમનું એક પ્રખ્યાત ગીત છે.''કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના''.
એવું લાગે છે કેે ધોનીએ આ ગીતને તેનાં જીવનમાં ઘણુંસામેલ કર્યુ છે. તેમણે જીવન જીવવા વિશે જે કહ્યું છે, તેના પરથી એવું લાગે છે. ધોનીએ કહ્યું કે, જો આમ કરવું મુશ્કેલ હોય તો પણ વ્યકિતએ માફ કરીને આગળ વધવું જોઇએ. તેમણે પોતાને એક લાપરવાહક વ્યકિત બતાવ્યો છે જે અન્ય લોકો તેના વિશે શું વિચારે છે તેની ચિંતા કરીને તેની રાતની ઊંઘ ગુમાવતા નથી.
પોતાના શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરમાં ભારતને બે વિશ્વ કપ ટાઇટલ અપાવનાર ૪૩ વર્ષીય ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન ધોનીને ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. તાજેતરના એક કાર્યક્રમમાં જ્યારે ધોનીને તેના ફેન્સને જીવન જીવવા વિશે સલાહ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તે ફિલોસોફર બની ગયો.
પોતાની એપ ધોનીના લોન્ચિંગ દરમિયાન આ વિકેટકિપર બેટસમેને કહ્યું કે, ''મારું માનવું છે કે જીવનને સરળ બનાવી રાખવું. તમારી જાત સાથે ઇમાનદાર રહો, તેઓ તમારા માટે જે પણ કરી રહ્યા છે. હંમેશા એવું ન વિચારો કે આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને વધુ માંગ કરો.
ધોનીએ કહ્યું કે, ''મને હંમેશા લાગે છે કે તમારા ચહેરા પર સ્મિત રાખવાથી અડધી સમસ્યા દૂર થઇ જાય છે. જો તમે આરામદાયક સ્થિતિમાં ન હોવ, તેમ કરવું મુશ્કેલ હોય તો પણ, તમારી પાસે માફ કરવાની તાકાત હોવી જોઇએ, તે એક એવી વસ્તુ છે જે આપણામાંથી ઘણા લોકો પાસે નથી.
''ધોનીએ કયારેય પણ કોઇ દ્વારા તેમના પર કરવામાં આવેલા વ્યકિતગત હુમલાનો આપ્યો નથી. જેમાં ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ અથવા વિવેચકો પણ સામેલ છે.
જેમાંથી કેટલાકે તો તેના પર કરિયરને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ''અમે ખૂબ જ બદલો લેતા લોકો બની ગયા છોએ. તેણે મારી એવું બોલ્યો, મેં એવું બોલ્યો.. બસ માફ કરો, આગળ વધો, જીવનમાં ખુશ રહો, કારણ કે આપણે જે પણ કરીએ છીએ... જ્યારે આપણે મોટા થઇ રહ્યા હતા, ત્યારે આપણે હંમેશા જીવનમાં ખુશ રહેવા માંગતા હતા.(૪૦.૧૬)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
