તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
વર્લ્ડ સ્કાઉટ ડેઃ ૨૨ ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે

વર્લ્ડ સ્કાઉટ ડે ને થીંકીંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. જે રોબર્ટ બેડન પોવેલની જન્મ જયંતીને દિવસે એટલે કે દર વર્ષે ૨૨ ફેબ્રુઆરીએ વર્લ્ડ સ્કાઉટ ડે મનાવવામાં આવે છે. તેનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૮૫૭માં થયો હતો. તેને સ્કાઉટીંગના પ્રણેતા માનવામાં આવે છે. મિત્રો એક નવી વાત કરવાની છે. સ્થાપક રોબર્ટ બેડન પોવેલના પત્નિનો જન્મ પણ ૨૨ ફેબ્રુઆરીના ૧૮૮૯માં થયો હતો. મિત્રો બન્ને પતિ - પત્નિનો જન્મ દિવસ ૨૨ ફેબ્રુઆરીના રોજ હોય શ્રી અને શ્રીમતી બેડનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કાઉટ ડે મનાવવામાં આવે છે.
સ્કાઉટીંગનો અર્થ
સ્કાઉટનો અર્થ થાય છે પર્યટન કરતા પુરેપુરૂ અવલોકન કરવું, જ્યારે ગાઇડનો અર્થ થાય છે ભોમિયો માર્ગદર્શક, ખૂબ જ ચપળ દ્રષ્ટિ રાખીને વિહરવાની કળા, ઉદેશ સ્કાઉટની પ્રવૃતિમાં રહેલો છે. સ્કાઉટની પ્રવૃતિઓ છોકરાઓના ચરિત્રનું ઘડતર કરીને સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પર્યટન કરતા પૂર્વ અવલોકન કરવું, માર્ગદર્શક ભોમિયોના ઉદેશો આ પ્રવૃતિમાં સમાયા છે. સ્કાઉટીંગ વ્યક્તિના સર્વાગી વિકાસને મજબુત બનાવે છે. તેમજ તેને તમામ પરિસ્થિતિ સામે લડવા માટે પરિક્ષિત કરવામાં આવે છે. સ્કાઉટીંગ સેલ્ફ રિસ્પેક્ટનું નિર્માણ, સેલ્ફ કોન્ફીડન્સ, સમગ્ર સ્કાઉટ જુથ સ્કાઉટ કાયદા પ્રત્યેની નિષ્ઠા અને ચળવળના આદર્શને અનુરૂપ રહેવાનું સ્કાઉટ વચન લે છે. તેમજ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરવાનું પણ શીખવે છે. સ્કાઉન્ટસ એક સારૂ કાર્ય કરી રહ્યા છે. જીવન ટકાવી રાખવાની કૌશલ્ય શીખી રહ્યાં છે. અને સમગ્ર સમાજને નૈતિકતાના પાઠ શીખવે છે.
રોબર્ટ બેડન પોવેલઃ
રોબર્ટ બેડન પોવેલ એક બ્રિટિશ આર્મી ઓફિસર પદે હતા. જે સનેઃ૧૮૯૯ થી સનેઃ૧૯૦૨ દરમ્યાન સનઉથ આફ્રિકામાં મેફેકીંગની ૨૧૭ દિવસ સુધસ રક્ષા કરવા માટે રાષ્ટ્રીય હિરો બન્યા હતા. ત્યાર પછી તેમણે સનેઃ૧૯૦૮માં બોગઝ સ્કાઉટસના સ્થાપક અને સહસ્થાપક તરીકે ખ્યાતિ દપામ્યા હતા. સનેઃ ૧૯૧૦ના મહિલા માટે સમાનતર સંસ્થા (ગર્લ્સ ગાઇડનો) પાયો નાખ્યો હતો. ૨૦મી સદી દરમ્યાન બોયઝ માટે સ્કાઉટના ત્રણ મુખ્ય જુથો હતા. બોયઝ સ્કાઉટસ, કબ સ્કાઉટસ અને રોવર સ્કાઉટસ પાછળથી સનેઃ૧૯૦૧માં ગર્લ ગાઇડ, બ્રાઉની ગાઇડ તેમજ ગર્લ્સ સ્કાઉટ, રેન્જર ગાઇડ અને ગર્લ્સ ગાઇડ ઉમેરવામાં આવ્યા.
સ્કાઉટની તાલિમ
સ્કાઉટ તાલિમના ચાર વિભાગો છે. ચારિત્ર, આરોગ્ય અને શક્તિ, હસ્ત ઉદ્યોગો અને કૌશલ્ય, બીજાઓની સેવાઓનો સમાવેશ થાય છે. પ્રસંગોપાત ખંડમાં કરાતી પ્રવૃતિઓ, શિબીરમાં કરવામાં આવતી વિવિધ યુક્તિઓ , રચનાઓ, દૈનિક જીવનમાં ધર્મનું પાલન કરવા માટે ભલા કર્યો, નાની નાી સદપ્રવૃતિઓ, સત્કાર યોગ, અકસ્માતોમાં સહાય, સમાજ સેવાના કાર્યો અને જીવન કચાવવાની પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
સ્કાઉટીંગની પ્રવૃતિઓ
સ્કાઉટીંગ શબ્દનો અર્થ સમજીએ, સ્કાઉટિંગ એટલે અર્થ આદિવાસીઓ (વનવાસીઓ), સંશોધકો, શિકારીઓ, સમુદ્રી સૈનિકો, વાયુ સૈનિકો, સરહદી જવાનો, પ્રથમ કામગીરી કરનારા (સ્થાપકો) આ બધાના તત્વો છોકરાઓને પ્રાપ્ત થાય તે માટે રમતો અને પ્રવૃતિઓની પધ્ધતી પુરી પાડવામાં આવે છે. ઇચ્છાઓ અને પ્રવૃતિઓને સંતોષ આપવાની સાથે સાથે તે એક શિક્ષણપ્રદ પણ બને છે. છોકરાઓની દ્રષ્ટિકોણથી જોઇએ તો સ્કાઉટીંગ તેમને તેમની ટોળીમાં ભાઇચારામાં મુકે છે. જે તેમનું કુદરતી મંડળ છે. પછી તે રમતો માટે રખડપટ્ી માટે કે તોફાન મસ્તી માટે હોય સ્કાઉટીંગ છોકરાઓને સ્કૂર્તિયુક્ત ઓજારો અને પહેરવેશ પ્રદાન કરે છે. છોકરાઓની કલ્પનાને રોમાંચિત અને પ્રભાવિત અને સક્રિય રીતે ખુલ્લી કરવાનું જીવન સ્કાટિીંગની પ્રવૃતિઓ દ્વારા છોકરાઓને પ્રાપ્ત થાય છે. સ્કાઉટીંગની પ્રવૃતિ સાથે જોડાયેલા છોકરાઓના માતા - પિતાની દ્રષ્ટિબીંદુથી જોઇએ તો છોકરાઓને શારીરીક વિકાસ, આરોગ્ય અને તેને શહિત આપવાનું કામ થાય છે. હસ્ત ઉદ્યોગ શિખવે છે. શક્તિ અને સુઝ વિશે માર્ગદર્શન આપે છે. સ્કાઉટીંગ ખરેખર છોકરાઓમાં હિંમતનું પ્રદાન કરે છે. શિસ્તને મહત્વ આપે છે. દેશ ભક્તિ અનેસ્ત્રીદાક્ષિણ્યનું મહત્વ સમજાવે છે. ટૂંકમાં કહીએ તો છકરાઓના સર્વાગી વિકાસ અને ચારિત્રને ખીલવે છે. આ પ્રવૃતિ સાથે જોડાયેલા છોકરાઓ જીવનમાં માર્ગ શોધવા સક્ષમ બને છે.
બાહ્ય જીવન ખુલ્લામાં
ઓરડાની આદત છોડાવીને ખુલ્લી હવા પ્રત્યે છોકરાઓ આકર્ષાય અને નવું જોમ પ્રપ્ત કરે, ખેતરોમાં, જંગલોમાં, પ્રકૃતિની ઓળે રહેવું જેથી શરીર મજબૂત બને. સમાજ શક્તિથી બુધ્ધિ પણ વિકસે, આત્માને કવિતા મળે, પુસ્તકોમાંથી મળે તેના કરતા વધુ મુલ્યવાન શિક્ષણ અને તેમનાાં જાણવાની ઉત્સુકતા વધવાથી મળે છે. ખુલ્લી હવા એ સ્કાઉટીંગનો સાચો ઉદ્ેશ અને તેની સફળતાની ચાવી છે. સ્કાઉટીંગની શિબીરની છોકરાઓ હંમેશા રાહ જોતા હોય છે. બાહ્ય જીવન, જંગલો, રસોઇ કામ, જંગલો કે ખરાબાની જમીન પરની રમતો, પગપાળા પ્રવાસ, માર્ગ શોધવો, મનોરંજક કેમ્પ ફાયરથી દરેક છોકરાઓને માટે આકર્ષક બની જાય છે. વિવિધ ઉમદા હેતુને પાર પાડવામાં આવે છે.
સ્વાર્થને નાબુત કરવા ધલા કાર્યની ટેવ
સ્કાઉટીંગનો અભ્યાસ વ્યવહારીક રીતે સ્વાર્થના ચિલ્લામાંથી બહાર કાઢવાનું શિક્ષણ આપે છે. એક વખત એ ઉદાર થઇ જાય એ આ સ્વાર્થની ટેવના ભયને નાબુદ કરી તેનાથી ઉપર ઉઠે છે. સ્કાઉટ આંદોલનમાં મુખ્ય પધ્ધતિ તેને કોઇક પ્રકારની હકારાત્મક પ્રકારની તાલીમ આપવાની છે.
સમાજસેવા
સેવાનું શિક્ષણ એ માત્ર સૈધ્ધાંતિક રીતે શીખવાની વાત નથી પરંતુ બે અલગ અલગ પાસાઓનો વિકાસ, સભાવના જાગૃત કરવી, તેમજ વ્યવહારમાં તેની અભિવ્યક્તિ માટે તક પુરી પાડવી. છોકરાઓના ચરિત્રને જ્યારે ઉત્સાહવર્ધક તબક્કામાં હોય ત્યારે ઘડી કાઢવું, યોગ્ય આકાર આપવો, પ્રોત્સાહન આપી વિકસાવવું જેથી કરીને છોકરો પોતાની જાતને શિક્ષિત કરી સારો માનવ બને અને દેશનો કિંમતી નાગરીક બને.
સ્કાઉટની ભાવના
છોકરાઓ માટે જંગલના પરાક્રમીઓ, સરહદના જવાનો, અને દુનિયાને શોધવા નીકળેલા સંશોધકો, હવાઇબાજો અને જાદુઇ વાંસળી જેવા છે. સ્કાઉટીંગ મારફતે છોકરાઓને મહાન આદીવાસીઓનો ભાઇચારો કેળવવા અને પોતાના સાધન - સામગ્રી સાથે સજ્જ થવાની તક મળે છે. પ્રકૃતિનો અભ્યાસ અનંત ઐતિહાસિક અને સાત્વિક તત્વોનો આખો સુમેળભર્યો પ્રશ્ન રજુ કરી દે છે. દરરોજ એક ભલુ કાર્ય કરવાની સ્કાઉટની ફરજ અને તેને માટે ઇશ્વર પ્રત્યેની અને પડોશી પ્રત્યેની ફરજ મળીને ભુમિકા તૈયાર કરે છે.
રાષ્ટ્રને નૈતિક અને શારીરિક બન્ને શક્તિ પ્રદાન કરવામાં ઉપયોગી ફાળો સ્કાઉટ પ્રદાન કરે છે. સ્કાઉટના આંદોલનમાં દુનિયાના લગભગ સંસ્કારી સભ્યો દેશોમાં આપણા સ્કાઉટ ભાઇઓ સંગઠીત થયેલા છે. આપણે વિશ્વ બંધુત્વનું સ્પષ્ટ કેન્દ્ર બનાવી દીધું છે. દરેક દેશોમાં સ્કાઉટની તાલિમનો હેતુ એક સરખો છે. બીજાઓની સેવા કરવાની કુશળતા અને સમાન ઉદેશથી આંતરરાષ્ટ્રીય સેવાના ભાઇચારાથી આગળ વધી શકીએ અને દૂરોગામી કાર્ય કરી શકીએ.
આમ, ચપળ દ્રષ્ટિ રાખીને વિહરવાની કળા, ઉદેશ સ્કાઉટની પ્રવૃતિમાં રહેલો છે. સ્કાઉટની પ્રવૃતિઓ બાળકના ચારિત્રનું ઘડતર કરીને સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પર્યટન કરતા પૂર્વ અવલોકન કરવું, માર્ગદર્શક ભોમિયોના ઉદેશો આ પ્રવૃતિમાં સમાયા છે. તો ચાલો આપણે આપણા બાળકોને આ પ્રવૃતિમાં પ્રવૃત કરી એક સારા જવાબદાર નાગરિક બનાવીએ.
(3:51 PM IST)










