તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
શમીનો પંજો, ગિલની સદીઃ ભારતની જીત
રર૯નો ટાર્ગેટ ટીમ ઇન્ડિયાએ ૪ વિકેટે ચેઝ કરી લીધોઃ આજે અફઘાનિસ્તાન વિ.સાઉથ આફ્રીકાઃ કાલે ઓસ્ટ્રેલીયા વિ.ઇંગ્લેન્ડ

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં બાંગ્લાદેશની ટીમ તરફથી ભારતને ૨૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ગિલની સદીની મદદથી ૬ વિકેટે જીત મળી છે.
આ મેચનો હીરો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્ટાર ઓપનર શુભમન ગિલ રહ્યા હતા. પહેલા શમીએ બોલીંગમાં ધમાલ મચાવી ૫ વિકેટ લીધી. ત્યાર બાદ બેટીંગમાં ગિલે જોરદાર સદી ફટકારી દીધી.
મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા બાંગ્લાદેશે ૨૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે ૪ વિકેટના નુકસાન પર ૪૬.૩ ઓવરમાં જ મેચ જીતી લીધી. ઓપનર શુભમન ગિલે ૧૨૯ બોલ પર ૧૦૧ રનની નોટઆઉટ ઈનિંગ્સ રમી હતી. જયારે કેએલ રાહુલે નોટઆઉટ ૪૧ રન ફટકાર્યા હતા.
આજે બપોરે રઃ૩૦ વાગ્યાથી અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે તેમજ આવતીકાલે અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
