તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
મહા શિવરાત્રી પર્વ અનુસંધાને સોમનાથમાં ત્રિવેણી સંગમમાં આધુનીક મશીનથી સફાઇ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૨૧: ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહા શિવરાત્રીᅠઅનુલક્ષી સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઇ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જીલ્લા તંત્ર કાર્યરત થયું છે.
રાજયમાં આવેલુ પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા હિરણ અને સરસ્વતી સંગમ પ્રાચીનકાળથી પ્રસિધ્ધ છે. સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમીતે તા. ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી અલોૈકિક સોમનાથ મહોત્સવ યોજાઇ રહો છે. જેના ભાગ રૂપે ત્રણે દિવસ અહીં આરતી યોજાશે જેમાં ૧૦૮ દીવડા પ્રજવલિત કરાશે.
ત્રિવેણી નદીને સાફ કરવા ખાસ અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યરત રહેતી સ્ટીમર બોટ લાવવામાં આવી છે. જે આઠથી દસ દિવસ સુધી નદીમાનો કચરો સવારના ૭ થી રાત્રીના ૧૧ સુધી એકઠો કરી નદી સફાઇ કરી રહી છે. આ સફાઇમાં નદીમાં પથરાયેલ લીલાછમ વેલાઓની જળકુંભીઓ પણ દુર કરી જળ નિર્મળ બનાવાઇ રહ્યું છે. કલીન ટેક-પુના-બોમ્બેના સહયોગથી અંદાજે અઢી કરોડ રૂપિયાની આ બોટ યાંત્રિક- માનવીય રીતે કાર્ય કરી રહી છે.
જેના ઓપરેટર રાજકિશોર તથા તેની સાથે બે ઇન્જીનીયરો પણ અમદાવાદથી આ કાર્ય માટે ખાસ આવેલ છે. જેમાં જયેશ પરીખ અને મોબીત અન્સારીનો સમાવેશ થાય છે.
આજે સવારે ૭ થી ૧૧ દરમ્યાન જ અંદાજે ચાર ટન જેટલો જળકુંભી વે, પ્લાસ્ટીક બોટલો, ચંદુડીઓ, નાળીયરો અને નકામા ધાતુના કટકાઓ એકઠો કરવામાં આવેલ છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
