તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગુજરાતમાં વીજ ગ્રાહકો માટે પ્રિ પેઈડ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત
વિધાનસભામાં સરકારનો જવાબ : સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને સંચોટ માહિતી મળી રહશે. અને સ્માર્ટ મીટર લગાવવાથી 50 ટકા ઉર્જા રિન્યુએબલ હશે.

ગાંધીનગર :ગુજરાતમાં વીજ ગ્રાહકો માટે પ્રિ પેઈડ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત કરવામાં આવશે. જેમા વિધાનસભામાં કિરીટ પટેલના જવાબ રજૂ કર્યો હતો કે જે હાલમાં મીટર અને સ્માર્ટ મીટીરની કામગીરી સમાન છે. સ્માર્ટ મીટર લગાવાથી ગ્રાહકના મોબાઈલમાં વિગતો મળી શકશે. જેથી કરીને હવે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે.
કાલે ગુજરાતની વિધાન સભાની બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. અને આજે વિધાનસભાથી ગુજરાતના દરેક વિજ ગ્રાહકોને હવે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવામાં આવશે. પણ થોડા મહિના પહેલા સમગ્ર ગુજરાતના સ્માર્ટ મીટર લગાવા બાબતે સમગ્ર વીજ ગ્રાહકોનેર રોષ જોવા મળી રહ્યો હતો. અને ઠેર ઠેર તેનો વિરુધો પણ કરવામાં આવી રહ્યો હતો. ગ્રાહકોને કહેવુ છે કે સ્માર્ટ મીટર લગાવા પછી તેમનું જે બીલ વધારે પડતુ આતુ હોવાના ફરિયાદો બહાર આવતી હતી. અને વીજના કર્મચારીઓ જ્યારે સ્માર્ટ મીટર લગાવા માટે ઘરે જ્યા ત્યારે તેમનો વિરોધ થતો હતો.
હવે જોવાનું રહેશે કે જ્યારે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવાની ફરિજીયાત કરવામાં આવ્યુ છે. ત્યારે વિજગ્રાહકો સ્વીકારશે કે નહી. કેમ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને સંચોટ માહિતી મળી રહશે. અને સ્માર્ટ મીટર લગાવવાથી 50 ટકા ઉર્જા રિન્યુએબલ હશે. સ્માર્ટ મીટર લગાવામાં ડેમો પણ આપવામાં આવ્યો હતો. જેથી સ્માર્ટ મીટરના ફાયદાઓ સ્માર્ટ મીટરના લગાવવાની પ્રક્રિયા જે ગ્રાહકને સ્માર્ટ મીટરને ખોટી માન્યતા રહેલી છે. તે દૂર કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટર લગાવવા માટે સંપૂર્ણ માહિતી પ્રસાદ કરી હતી. અને તે ઉપરાંત ઈ ટુ વે કોમ્યુનિકેશન વિશેષતાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીઆઈના પ્રમુખ સતિષ પટેલ, ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી જેટકોના મેનેજીંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડે, ડીજીવીસીએલના આધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
