તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
કચ્છમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતઃ ૭ ના મોત : જુઓ વિડિયો
કેરા-મુંદ્રા રોડ ઉપર સર્જાયેલ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત : ૪૦ જેટલા મુસાફરો બસમાં હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧: પશ્ચિમ કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેરા-મુન્દ્રા રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. ત્યારે ટક્કરના કારણે ૪૦ મુસાફરો પૈકી ૭ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
મોતનો આંક વધવાની શકયતા છે. વધુ મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મોતનો આંક વધવાની શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બસમાં સવાર ૪૦ જેટલા મુસાફરોમાંથી ર૪ જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખાનગી ટ્રાવેલ્સની બસ મુંદ્રાથી ભુજ આવી રહી હતી. ત્યારે ટ્રેલર સાથે અકસ્માત થયો હતો.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. જયારે ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ભુજ અને મુંદ્રાની જુદી જુદી હોસ્પીટલોમાં સારવાર માટે ખસેડાયા છે.
આ બનાવની જાણ થતા મુંદ્રા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. (૪.૨૮)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
