<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ગુજરાતી ભાષાનુ ભારતમાં છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા તરીકે સ્‍થાન

જેતપુર, તા. ર૧ : ૧૯પરમાં ભાષા આંદોલન  વખતે શહીદ થયેલા વિદ્યાર્થીઓની યાદમાં યુનેસ્‍કોએ ૧૯૯૯માં ર૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે જાહેરાત કરી હતી. ઇ.સ. ર૦૦૦ થી દર વર્ષે ર૧ ફેબ્રુઆરીને માતૃભાષા વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ૬૮૦૯ ભાષા બોલાય છે, તે પૈકી જગતની અડધી વસ્‍તી ર૩ ભાષાનો ઉપયોગ કરે છે. ર૪૦૦ જેટલી ભાષા નામશેષ થવાને આરે છે.

વિશ્વમાં બોલાતી ભાષાના ૯૦ ટકા જેટલી ભાષા બોલનારની સંખ્‍યા ૧ લાખથી પણ ઓછી છે. વિશ્વમાં ૧૩૦ કરોડ લોકો હિન્‍દી બોલે છે. જયારે ૭ કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે.

પાપુઆ ન્‍યુ ગીનીયા એક નાનકડા દેશ છે. આ દેશમાં ૮૪૦ ભાષા બોલાય છે.

ભારતમાં બોલાતી ભાષા લોકસંખ્‍યાની દ્રષ્‍ટિએ ગુજરાતી ભાષા ભારત દેશમાં છઠ્ઠાક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. માર્ચ-ર૦રરમાં ૬૬૪પપ૩ પૈકી ગુજરાતી માધ્‍યમમાં ગુજરાતીમાં ૧૧૮૬ર૩ જેટલા નાપાસ થયાં હતાં.

માર્ચ-ર૦ર૩માં ૬રપર૯૦ પૈકી ગુજરાતી માધ્‍યમમાં ગુજરાતીમાં ૧૧૬ર૮૬ જેટલા નાપાસ થયા હતા. માર્ચ-ર૦ર૪ માં પ૮૩૭૧૮ પૈકી ગુજરાતી માધ્‍યમમાં ગુજરાતીમાં ૪૬૧૭૮ જેટલા નાપાસ થયા હતા. (૯.૧૬)

- ડો. પ્રિયવદન કોરાટ

પૂર્વ બોર્ડ સભ્‍ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર.

(4:12 PM IST)