તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
નવનાત વણિક સમાજ દ્વારા ‘શ્રેષ્ઠ વણિક પુત્રવધુ' એવોર્ડ અપાશે : સંગઠનનો વ્યાપ વધારવા સભ્ય નોંધણી ચાલુ

રાજકોટ તા. ૨૧ : નવનાત વણિક સમાજ સંસ્થાની સ્થાપના જીરાવાલા પાર્શ્વનાથ દાદા દેરાસર રાજકોટના આશીર્વાદથી થયા બાદ આ સંગઠનમાં આજ સુધીમાં ૮૯૦૦૦ વણિક ભાઇ બહેનો જોડાઇ ચુકયા છે. હવે આ વ્યાપ દેશ વિદેશ સુધી લઇ જવાશે. દરમિયાન આગામી તા. ૮ માર્ચના રાષ્ટ્રિય મહિલા દિવસ નિમિતે ‘વણિક પુત્રવધુ એવોર્ડ' એનાયત સમારોહ ગોઠવવામાં આવેલ છે.
સંયુકત કુટુંબ અને પરિવાર ભાવના વધે તે માટે આવુ આવુ આયોજન કરાયુ છે. જેમાં ૩૬ પુત્રવધુ એવોર્ડ માટે નોમિનેશન કરાશે. આ માટે રૂ.૧૦૦૦ ટોકન ચાર્જ સાથે મોડામાં મોડુ તા. ૨૧ ફેબ્રુઆરી સુધીમાં નામ નોંધાવવા અને વધુ માહીતી માટે સ્વીટીબેન મહેતા મો.૮૧૬૦૯ ૦૯૧૯૧, યોગેશભાઇ બાવીશી મો.૯૪૨૭૬ ૭૪૮૪૮, નમ્રતાબેન શાહ મો.૭૪૦૫૮ ૨૪૪૨૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે.
દરમિયાન ભારતમાં નવનાત વણિક સમાજ સમૂહ તથા સંગઠનમાં દરેક પ્રદેશ, જિલ્લા, શહેર અને તાલુકામાં હોદેદારોની નિમણુંક કરવાની થતી હોય હાલ સભ્ય નોંધણી શરૂ કરાઇ છે. આ માટે વોટસએપ મો.૯૮૯૮૭ ૫૨૭૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
નવનાત વણિક સમાજ જિલ્લા કમીટીમાં નયનભાઇ રાણપરા, મંગેશભાઇ દેસાઇ, દિનેશભાઇ મોદી, યોગેશભાઇ બાવીસી, જીજ્ઞેશભાઇ વાગડીયા, નરેન્દ્રભાઇ સોરઠીયા, જસ્મિનભાઇ દેસાઇ, પરેશભાઇ મોદી, ધવલભાઇ મહેતા, વિરેનભાઇ મહેતા વગેરે કમીટી મેમ્બરો કાર્યરત છે.
નવનાત વણિક સમાજ દ્વારા નમ્રતાબેન શાહ, સ્વીટીબેન મહેતા, બીનાબેન શેઠ, દિપાલીબેન વોરા, આશાબેન ગોસલીયા વગેરે હોદેદારો દ્વારા નિમણુંકો અપાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા )
(3:07 PM IST)










