<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

બન્ને પરસ્પર સહમતિથી અલગ થયા અંતે ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી વહેતા હતા. હવે આને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

 છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાના અહેવાલો હતા, જેની હવે સત્ત્।ાવાર પુષ્ટિ થઈ ગઈ છે. આ કેસ સાથે જોડાયેલા એક વકીલને ટાંકીને એબીપી ન્યૂઝે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ે બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ બંનેના છૂટાછેડાના કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જજે બંનેને કાઉન્સેલિંગ સેશન માટે કહ્યું જે ૪૫ મિનિટ સુધી ચાલ્યું. જયારે જજે છૂટાછેડા વિશે પૂછ્યું તો ચહલ અને ધનશ્રીએ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે.  ચહલ અને ધનશ્રીએ જણાવ્યું કે તેઓ ૧૮ મહિનાથી અલગ રહે છે. જયારે બંનેને છૂટાછેડાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ કહ્યું કે તેઓ સારી રીતે ચાલતા નથી અને સુસંગતતાની સમસ્યાઓ છે. ચર્ચા બાદ જજે સતાવાર રીતે બંનેને છૂટાછેડા આપી દીધા. જજે કાયદેસર રીતે બંનેને પતિ-પત્નીના સંબંધોમાંથી મુકત કર્યા.

 ચહલે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, ''ભગવાને હું ગણી શકું તેના કરતાં વધુ વખત મને બચાવ્યો છે. તેથી હું તે સમયને યાદ કરી શકું છું જયારે હું સાચવવામાં આવ્યો છું. ભગવાનનો આભાર હંમેશા મારી સાથે રહેવા માટે, જયારે મને તે ખબર ન હતી ત્યારે પણ.'' ધનશ્રીએ એક પોસ્ટ પણ લખી હતી. તેણીએ લખ્યું, ''દબાણથી આશીર્વાદ સુધી. જયારે ભગવાન ચિંતાઓને આશીર્વાદમાં ફેરવે છે ત્યારે તે કેટલું અદ્બુત છે. જો તમે આજે કોઈ બાબતને લઈને દબાણ અનુભવી રહ્યાં છો, તો તમારે યાદ રાખવું જોઈએ કે તમારી પાસે પસંદગી છે. તમે કાં તો ચિંતા કરી શકો છો અથવા બધું ભગવાન પર છોડી શકો છો. ભગવાન તમારું બધું સારું કરશે, આ પ્રાર્થનામાં શકિત છે.''

 

(3:03 PM IST)