<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 159 પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન : જુઓ સપૂર્ણ યાદી

રાજ્યના DGP વિકાસ સહાયે બઢતીના આપ્યા આદેશ :બિનહથિયારી વર્ગ-3ના પીએસઆઇને બિનહથિયારી વર્ગ-2ના પીઆઇ તરીકે પ્રમોશન

અમદાવાદ :ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 159 પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ 159 પીએસઆઇને પ્રમોશન આપવામાં આવ્યા છે પરંતુ તેમની બદલી કરવામાં આવી નથી. રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે. બિનહથિયારી વર્ગ-3ના પીએસઆઇને બિનહથિયારી વર્ગ-2ના પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

 

હાલના ફરજના સ્થળએ યથાવત રાખી પ્રમોશન આપવામાં આવ્યું છે. પરીક્ષા વિના બઢતીથી પીએસઆઇ વર્ગમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતુ.

(1:31 PM IST)