તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
અમરેલીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથ ગુફા - સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: બ્રહ્માકુમારીઝ દ્વારા અમરેલીની ધર્મપ્રેમી જનતા માટે મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરાશે. આબેહુબ અમરનાથ ગુફા તથા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો યોજાશે.
બ્રહ્મ ાકુમારીઝ અમરેલી દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે નૂતન હાઈસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં અદભુત અમરનાથની ગુફાનું નિર્માણ કરેલ છે. તથા ભારતના ૧૨ જયોતિલિંગના દર્શન ભારતના નકશામાં દરેક રાજય સાથે દર્શનનો લ્હાવો લેવા પધારશો આ મેળો અમરેલીની જનતા માટે તાઃ ૨૩ થી ૨૬ સુધી રોજ સવારના ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલશે . વિના મૂલ્યે લાભ લેવા ઈશ્વરીય નિમંત્રણ છે. આ મેળામાં આધ્યાત્મિક જ્ઞાનની સમજુતી, મેડિટેશન દ્વારા શાંતિની અનૂભૂતિ, ખુશીઓનું સુપર બજાર કળીયુગી કાંટાના જંગલમાંથી સોનેરી સતયુગી દુનિયાની શેર.. બાળકો માટે ખાસ ગુણ ગમ્મત બાળનગરીની મજા સાથે રોજ રાતના સાંસ્કળતિક કાર્યક્રમ તો ખરોજ આવા અનેક અવનવા આર્કષણો સાથે આ ભવ્ય અને દિવ્ય મેળાનું ઉદઘાટન અમરેલી શહેરના ગણમાન્ય નાગરીકો દ્વારા તા.૨૨ ફેબ્રુઆરી શનિવારે સાંજના ૬ વાગે કરવામાં આવશે. વધુ વિગત માટે બારડભાઇ ૯૯૨૫૪૨૬૩૬૮ અથવા વિમલભાઈ ૮૨૦૦૦૩૪૦૪૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
