News of Friday, 21st February 2025
રવિવારે જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારીઓની બેઠક
૭ર વર્ષ પૂરા કરનારા પૂર્વ કર્મચારીઓનું સન્માન

રાજકોટ તા. ર૧: જિલ્લા પંચાયતના વર્ગ ૩ અને વર્ગ ૪ નાં તમામ સંવર્ગનાં પેન્શનર્સ કર્મચારીઓની મિટિંગ તારીખ ર૩ ફેબ્રુઆરી, રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે જિલ્લા પંચાયત-રાજકોટ જુની કોર્ટ બીલ્ડીંગ, જનાના હોસ્પીટલ સામે રાખવામાં આવેલ છે.
મિટિંગમાં હાજર રહેનાર પેન્શનર્સ કર્મચારીઓ પૈકી જે પેન્શનર્સ કર્મચારીને ૭ર વર્ષ પુરા થઇ ગયેલ હોય તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. તો જેમને ૭ર વર્ષ પુરા થઇ ગયેલ હોય તેવા કર્મચારીઓએ પોતાની વિગત સાદીકોટભાઇને મોબાઇલ નંબર ૯૮૯૮૧ ૦૬ર૪૩ ઉપર અગાઉથી આપવા જણાવાયું છે.
આથી વર્ગ૩ અને ૪ નાં તમામ સંવર્ગના જિલ્લા પંચાયત રાજકોટનાં પેન્શનર્સ કર્મચારીઓને આ મિટિંગમાં હાજર રહેવા જણાવાયું છે. (૭.ર૮)
(4:22 PM IST)










