તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
‘ચોકલેટ મોદક' મિઠાઇમાં ફુડ કલરની ભેળસેળ ખુલ્લીઃ નમૂનો નાપાસ
મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા નવા થોરાળામાં નિલેષ ડેરી ફાર્મ માંથી નમૂનો લેવાયેલ : ગાયત્રીનગર વિસ્તારમાં રર ધંધાર્થીને ત્યાં ચેકીંગઃ ૬ ને નોટીસઃ શુધ્ધ ઘી, બાલાજી વેફર્સ સહિત ૪ નમૂના લેવાયા

રાજકોટ, તા. ર૧: શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ખાલી પીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં થોરાળા વિસ્તારમાં આવેલ નિલેશ ડેરી ફાર્મ ‘ચોકલેટ મોદક' ના નમૂનો લેવામાં આવતા તેમા ફુલ કલરની ભેળસેળ ખુલતા આ નમૂનો નાપાસ થયો છે. તેમજ શુધ્ધ ઘી, બાલાજી વેફર્સ સહિતના ૪ નમૂના લેવામાં આવ્યા છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
નમૂનો નાપાસ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘નિલેશ ડેરી ફાર્મ', નવા થોરાળા શેરી નં.૪/૬ કોર્નર, રામનગર સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘ચોકલેટ મોદક (મીઠાઇ-લુઝ)' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર (ટાટ્રાઝીન) ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
૬ ને નોટીસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના જલારામ ચોકથી ગાયત્રીનગર મ૦ેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જલારામ ફરસાણ, આરાધના પ્રોવિઝન સ્ટોર, આસોપાલવ જનરલ સ્ટોર, ધરતી રેસ્ટોરેન્ટ, સોમનાથ નમકીન, ચામુંડા ફરસાણ સહિતને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
નમુનાની લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ શુધ્ધ ઘી (લુઝ): પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન, જલારામ સોસાયટી, મોરબી રોડ, શુધ્ધ ઘી (લુઝ): હરેરામ હરેકળષ્ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી-૧ કોર્નર, પેડક રોડ, (૩) શુધ્ધ ઘી (લુઝ): માધવ ડેરી ફાર્મ, જય ખોડિયાર પાર્ક, સ્વાતી પાર્ક મેઇન રોડ, કોઠારીયા મેઇન રોડ, તથા BALAJI CRUNCHEX SIMPLY SALTED POTATO WAFERS (30 GM PKD.): સ્થળ બાલાજી સેલ્સ એજન્સી, માધાપર સર્વે નં.૨૫, એરટેલ ઓફિસ પાસે સહિત ૪ નમૂના લેવામાં આવ્યાં છે.આ નમૂના રાજય સરકારના વડોદરા સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.(૬.૧૪)
(2:48 PM IST)










