<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

એક, બે નહીં, આ માણસ ૯ છોકરીઓનો પતિ છેઃ એક જ છત નીચે રહે છે

તમામ સૌતન, છતાં કોઈ કલેશ નહીં...ઝઘડા અને નાની-મોટી દલીલો પણ નથી થતી

ન્‍યુયોર્ક,તા.૨૧: એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેના બોયફ્રેન્‍ડને બીજી પાંચ ગર્લફ્રેન્‍ડ છે. આવી સ્‍થિતિમાં તેણે પોતાનો પ્રેમ શેર કરવો પડે છે. એટલું જ નહીં, તેના બોયફ્રેન્‍ડ સાથે તમામ ગર્લફ્રેન્‍ડ પણ એક જ છત નીચે રહે છે. મહિલાએ બીજી ગર્લફ્રેન્‍ડથી પોતાનો જીવ બાળવાને બદલે એક અનોખો રસ્‍તો પણ શોધી કાઢયો છે.

દુનિયાભરમાં ઘણા લોકો એવા છે જેમને એક કરતાં વધુ મહિલાઓ સાથે સંબંધો છે. આમાંથી કેટલાક લોકોએ તેમની બધી ગર્લફ્રેન્‍ડ સાથે લગ્ન કર્યા, જ્‍યારે કેટલાક હજુ પણ લગ્ન વિના સાથે રહે છે. પરંતુ લોકોને એક કરતાં વધુસ્ત્રીઓ કે પુરુષ સાથે રહેતા જોઈને ઘણીવાર મનમાં મૂંઝવણ ઊભી થાય છે કે જ્‍યારે પતિ-પત્‍ની કે પ્રેમી-પ્રેમિકા નાની-નાની બાબતોમાં ઝઘડા કરે છે, તો પછી કોઈ એક કરતાં વધુ પાર્ટનર સાથે કેવી રીતે રહી શકે?

આ પ્રશ્નનો જવાબ એક ૨૭ વર્ષીય મહિલાએ આપ્‍યો છે, જે તેના બોયફ્રેન્‍ડના પ્રેમને પાંચ બીજી મહિલાઓ સાથે શેર કરે છે. આ મહિલાએ જણાવ્‍યું છે કે તે તેની સૌતન સાથે એક જ છત નીચે કેવી રીતે શાંતિથી રહે છે, ઘરની અંદર તેનું જીવન કેવું છે, જેમાં તેણે ઝઘડા અને નાની-મોટી દલીલો પણ નથી થતી, જે તેને પોતે પસંદ નથી. આ મહિલાએ બીજીસ્ત્રીઓની ઈર્ષ્‍યાથી બચવાનો એક ગજબનો રસ્‍તો પણ શોધી કાઢયો છે.

આ મહિલાનું નામ એમિલી સોઝા છે અને તેનો બોયફ્રેન્‍ડનું નામ આર્થર ઓ ઉર્સો છે, જે બ્રાઝિલનો રહેવાસી છે. જ્‍યારે એમિલી તેના બોયફ્રેન્‍ડ આર્થર ઓ ઉર્સોના પ્રેમમાં પડી, ત્‍યારે તે પહેલાથી જ પરિણીત હતો. તે સમયે એમિલી ૨૩ વર્ષની હતી, જ્‍યારે આર્થરની ઉંમર ૩૩ વર્ષનો હતો. એમિલીએ કહ્યું કે આર્થર સાથેના રિલેશનશિપમાં આવ્‍યા પછી, હું તેની ૨૭ વર્ષીય પત્‍ની લુઆના કાઝાકી સાથે ત્રિપુટીનો ભાગ બની. પણ ટૂંક સમયમાં જ વધુ લોકો અમારા સંબંધમાં આવવા લાગ્‍યા.

એમિલી અને લુઆના ઉપરાંત આર્થરની અન્‍ય ગર્લફ્રેન્‍ડ્‍સમાં ૨૪ વર્ષની વાલ્‍ક્‍વિરિયા, ૨૫ વર્ષની ડેમિયાના અને ૨૮ વર્ષની કાર્લાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આર્થરની બીજી એક ગર્લફ્રેન્‍ડ પણ હતી, જે તેનાથી અલગ થઈ ગઈ. પણ વાત ત્‍યાં અટકી નથી. અમારા જીવનમાં કુલ ૯સ્ત્રીઓ આવી.

એમિલીએ કહ્યું કે શરૂઆતમાં મને મૂંઝવણ અને ઈર્ષ્‍યા પણ થતી હતી, પરંતુ પછી મને તેની આદત પડી ગઈ. શરૂઆતમાં અમે નાની-નાની બાબતોમાં ઝઘડા કરતા હતા. પણ પછીથી મેં આ બધી બાબતો ટાળવાનું શરૂ કર્યું. એમિલીએ ઈર્ષ્‍યાથી બચવાનો ચોક્કસ રસ્‍તો પણ જણાવ્‍યો. એમિલીએ કહ્યું કે હું બધા સાથે નમ્રતાથી વર્તન કરું છું. મારે બધાની સાથે સારા સંબંધો છે, એક સિવાય. પણ મેં મારી જાતને તેનાથી દૂર કરી લીધી છે.

આ ઉપરાંત, આર્થર દરેકસ્ત્રી સાથે અલગ સમય વિતાવે છે. તે દરરોજ રાત્રે અમારામાંથી એક સાથે રહે છે. પણ કયારેક તે આપણા બધા સાથે પણ રહે છે. એટલું જ નહીં, આર્થર અમારા બધાની પસંદ અને નાપસંદ વિશે પણ જાણે છે. કયારેક આ?ર્ય થાય છે કે તે આ બધું કેવી રીતે જાણે છે. આર્થરને એક સમયે નવ ગર્લફ્રેન્‍ડ હતી, પણ હવે તેની પાસે ફક્‍ત પાંચ જ છે.

એમિલી તેના સંબંધમાં સુરક્ષિત અનુભવે છે અને હવે નવા લોકો રોમેન્‍ટિક સંબંધોમાં જોડાય તેનાથી તેને કોઈ ઈર્ષા નથી થતી.  પરંતુ તે પોતાની વાત કહેવામાં પણ ડરતી નથી. એમિલીએ આગળ કહ્યું કે હું આર્થરના જીવનમાં નવી મહિલાઓને અસુરક્ષિત અનુભવ કરાવતી નથી. મેં તેમને શકય તેટલું તેમના મારા પાર્ટનર સાથે રહેવા દીધા છે. આનાથી અમારી વચ્‍ચે આર્થરને રાખવાની સ્‍પર્ધા પણ નથી થતી અને અમે એક જ છત નીચે ખુશીથી સાથે રહીએ છીએ.

તમને જણાવી દઈએ કે આર્થર તેની બધી ગર્લફ્રેન્‍ડને પત્‍નીનો દરજ્જો આપે છે. પરંતુ કાયદેસર રીતે તેની એકમાત્ર પત્‍ની લુઆના કાઝાકી છે. આર્થરે કહ્યું કે શરૂઆતમાં તેને ખબર નહોતી, પરંતુ જ્‍યારે મીડિયાએ મારી પત્‍નીઓ વિશે ખુલાસો કર્યો, ત્‍યારે તે બીજા બધાની જેમ મૂંઝવણમાં અને જિજ્ઞાસામાં હતી, પરંતુ તેણે મારા જીવનમાં દખલ કરી નહીં કે તેના વિશે કંઈ કહ્યું નહીં.(૪૦.૪)

(10:27 AM IST)