News of Friday, 21st February 2025
ચીને તાઇવાનને યુદ્ધ જહાજોથી ઘેરી દીધું

નવી દિલ્હી: પોતાને માયો ત્સે તુંગથી પણ મહાન દર્શાવવાની મહેચ્છા રાખતા શી જિનપિંગે તાઈવાનને ગળી જવા છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે તે તાઈવાનને ડરાવી ધમકાવી પોતાનામાં સમાવી લેતાં તૈનાત થયા છે. તેને પગલે તાઈવાન ફરતાં પહેલાં ૬ યુદ્ધ જહાજો મોકલતા હતા અને ૨૦ થી ૨૪ યુદ્ધ વિમાનોની સોર્ટીઝ કરતા હતા. તેમાં એકાએક વધારો કરી આઠ આઠ યુદ્ધ જહાજોથી તાઈવાનને તેમણે ઘેરી લીધું છે અને તાઈવાન સ્ટ્રેઇટસ (સમુદ્ર ધુનિ) સહિત તાઈવાનની એરસ્પેસ સુધી યુદ્ધ વિમાનોની છત્રીસ સોર્ટીઝ કરી છે. બીજી તરફ તાઈવાનની બરોબર સામે રહેવા તેને ફુજીયા પ્રાંતનાં ફુઝાઉ (જૂનું નામ ફુયાઓ)થી શરૂ કરી દક્ષિણ શાન્તાઓ સુધીમાં એમ્ફીબિયન ફોર્સ તૈનાત રાખ્યું છે. તાઈવાનની મિનીસ્ટ્રી ઓફ નેશનલ ડીફેન્સે જણાવ્યું હતું કે આ ૩૬ સોર્ટીઝ પૈકી ૨૯ સોર્ટીઝે તાઈવાનની સમુદ્રધુનિ (સ્ટ્રેઇટસ)માં બંનેના જળ વિસ્તારને જુદી પાડતી રેખા ઓળંગી છેક તાઈવાનની આકાશ સીમા સુધી પહોંચી હતી. તેમજ ચાઈનીઝ બલુનો પણ તાઈવાન ઉપરથી પસાર થયાં હતાં. આજે (ગુરૂવારે) સવારે ૬ વાગે તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી. તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે આ સામે સખત વાંધો ઉઠાવતાં X પોસ્ટ પર લખ્યું હતું કે તાઈવાન સ્ટ્રેઇટસ ચીનની સુવાંગ માલિકીનો નથી જ. પરંતુ ચીન તેની ઉપર તેવો દાવો કરે છે અને તાઈવાનને પોતાના પ્રાંત દર્શાવતા નકશા પ્રસિદ્ધ કર્યા છે, પરંતુ તેથી તાઈવાન ચીનનું બની જતું નથી. તાઈવાનનું ભાવિ તાઈવાનની જનતા જ નક્કી કરી શકે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
