<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાતના જળસંપતિ વિભાગના 7 અધિકારીઓને અપાયું પાણીચું

વિધાનસભા ગૃહમાં જળસંપતિ મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલના લેખિત સવાલનો લેખિત જવાબ આપ્યો

ગાંધીનગર : જળસંપતિ પ્રભાગના કુલ 7 અધિકારીઓને, ઓપરેશન ગંગાજળ અંતર્ગત પાણીચું અપાયું છે. વિધાનસભા ગૃહમાં જળસંપતિ મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલના લેખિત સવાલનો લેખિત જવાબ આપ્યો હતો. વર્ષ 2024 અંતર્ગત જળસંપતિ પ્રભાગના 111 કેસની સમીક્ષા કરાઈ હતી. જે સમીક્ષા બાદ 1 અધિક ઇજનેર અને 1 કાર્યપાલક ઇજનેરને ફરજિયાત વયનિવૃતી અપાઈ છે. જ્યારે વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર કક્ષાના 5 કર્મચારીઓને પણ ફરજિયાત વયનિવૃતી અપાઈ હોવાનું જણાવાયું છે.

(11:41 AM IST)