News of Wednesday, 7th May 2025
પાકિસ્તાને ભારતના ફાઈટર પ્લેનને તોડી પાડ્યું : ચીનના જુઠ્ઠાણાનો ભારતે આપ્યો સણસણતો જવાબ
આવી ખોટી માહિતી ફોરવર્ડ કરતા પહેલા તમારા તથ્યો ચકાસો અને તમારા સ્ત્રોતો તપાસો

નવી દિલ્હી : ભારતે પાડોશી દેશમાં આતંકવાદી છાવણીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાન સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયું છે. એવું લાગે છે કે તાજેતર તેનો શ્રેષ્ઠ મિત્ર ચીન પાકિસ્તાન કરતાં ભારતની કાર્યવાહીથી વધુ નારાજ છે.
આ જ કારણ છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સની વેબસાઈટે તે ખોટા અહેવાલને સાચા જાહેર કર્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાને હવાઈ હુમલાના જવાબમાં ભારતના ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે. ચીનમાં ભારતીય દૂતાવાસે આ અંગે યોગ્ય જવાબ આપ્યો છે.
ગ્લોબલ ટાઈમ્સ ઓન એક્સને ટ્રોલ કરતા ચીનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ડિયર ગ્લોબલ ટાઈમ્સ અમે તમને સલાહ આપીશું કે આવી ખોટી માહિતી ફોરવર્ડ કરતા પહેલા તમારા તથ્યો ચકાસો અને તમારા સ્ત્રોતો તપાસો. ઘણા પાકિસ્તાન તરફી હેન્ડલ ઓપરેશન સિંદૂર અંગે પાયાવિહોણા દાવાઓ ફેલાવી રહ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે મીડિયા આઉટલેટ્સ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આવી માહિતી શેર કરે છે ત્યારે તે જવાબદારી અને પત્રકારત્વની નૈતિકતામાં ગંભીર ખામી દર્શાવે છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
